Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

બાંગ્લાદેશ સામે ભારતનો છ વિકેટે વિજય : જયદેવ ઉનડકટે ત્રણ વિકેટ ઝડપી :ધવને ફટકારી ફિફટી

ત્રિકોણીય ટી-20માં ક્રિકેટ સિરીઝમાં ભારતની પ્રથમ જીત હાંસલ કરી ;રૈનાએ 28 રન ફટકારી ધવન સાથે મજબૂત શરૂઆત કરી

 

શ્રીલંકામાં રમાઈ રહેલી ત્રિકોણીય ટી20 ક્રિકેટ સિરીઝમાં ભારતે પોતાનો પ્રથમ વિજય હાંસલ કરતાં બાંગ્લાદેશને છ વિકેટથી હરાવ્યું છે ભારતે ટોસ જીતીને બાંગ્લાદેશને પ્રથમ બેટિંગ આપતા બાંગ્લાદેશનાં 20 ઓવર્સમાં 8 વિકેટે 139 રનનાં જવાબમાં ભારતે 18.4 ઓવર્સમાં 6 વિકેટ ગુમાવી ટાર્ગેટ પૂરો કરી લીધો હતો.શ્રીલંકા સામે પ્રથમ મેચમાં પરાજિત થયા બાદ ભારતે સિરીઝમાં પહેલો વિજય હાંસલ કર્યો છે

બાંગ્લાદેશ તરફથી લિટન દાસે 34 અને શબ્બીર રહેમાને 30 રનની ઈનિંગ રમી હતી. 140 રનનાં ટાર્ગેટ સામે રમતા ભારતે 5.1 ઓવર સુધીમાં 40 રનમાં રોહિત શર્મા અને રિશભ પંતની વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ શિખર ધવને સળંગ બીજી મેચમાં અડધી સદી નોંધાવી હતી.સુરેશ રૈનાએ પણ 27 બોલમાં 28 રન ફટકાર્યા હતાં. બંનેએ નવ ઓવરમાં 68 રનની ભાગીદારી નોંધાવીને ભારતની ટીમનો વિજય આસાન બનાવી દીધો હતો

  . ધવને 43 બોલમાં 55 રન કર્યા હતાં. ભારત તરફથી બોલિંગમાં જયદેવ ઉનડકટે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી જ્યારે બેટિંગમાં ફરી એકવાર ધવને(55) અર્ધી સદી ફટકારી હતી.જયદેવ ઉનડકટે 38 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ટી20 ક્રિકેટમાં ભારત સામે બાંગ્લાદેશનો આ ત્રીજો સૌથી ઓછો સ્કોર હતો. અગાઉ તેઓ 2016માં 121 અને 2014માં ભારત સામે 138 રન કરી શક્યા હતા અને આ બંને મેચ મિરપુર ખાતે રમાઈ હતી.

(12:51 am IST)