News of Monday, 5th March 2018

આ પાકિસ્તાની બોલરને ભારતીય ટીમના કોચ બનાવવાની ઈચ્છા હતી ગાંગુલીને

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સંબંધોમાં ખટાસ જોવા મળતી હોય છે પરંતુ બને દેશોના ખેલાડીઓ હંમેશા મિત્રતાના સંબંધ રાખતા હોય છે.દેશના સૌથી સફળ કેપ્ટ્ન માંથી એક અને દિગ્ગ્જ બેટ્સમેન સૌરભ ગાંગુલીતો પાકિસ્તાનના જબરદસ્ત ઝડપી બોલર વસીમ અક્રમને ભારતીય ટીમના બોલિંગ કોચ બનાવવાની ઈચ્છા હતી પરંતુ બને દેશોના સંબંધ વચ્ચેની ખટાસના  લીધે તેમની ઉમ્મીદ પુરી ન થઇ શકી.ગાંગુલીએ આ વાતનો ખુલાસો તાજેતરમાંજ પ્રકાશિત થયેલ પુસ્તક 'એ સેન્ચુરી ઈજ નોટ ઇનફ'માં કર્યો છે.

(8:25 pm IST)
  • રાજકોટમાં સિલ્વર પાર્ક -4 માં રહેતા પ્રોફેસર રક્ષીત રૈયાણીની બળાત્કારના કેસમાં મહિલા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી રક્ષીતના ઘરમાં સર્વિસ કોન્ટ્રાક્ટર પર રહેતી છોકરીએ રક્ષીત રૈયાણી પર બળાત્કાર અને મારપીટ કર્યાની ફરિયાદ પોલીસમાં કરી હતી, આ ઉપરાંત રક્ષીતના માતા - પિતાની પણ મદદગારી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ એજ રક્ષીત રૈયાણી છે જેણે તાજેતરમાજ પોતાની ત્રીજી પત્નીને ઘરમાંથી બહાર તગેડી મૂકી હતી અને એ પત્ની એના ઘરની જ બહાર ધરણા પર બેઠી હતી. access_time 12:55 am IST

  • પાકિસ્તાનને અમેરિકાનો વધુ એક ઝટકો : 3 આતંકવાદીઓ પર જાહેર કર્યા 70 કરોડના ઈનામ : મુલ્લા ફઝલુલ્લાહ પર 5 મિલિયન ડૉલર (લગભગ 32 કરોડ રૂપિયા) અને બાકીના બંને અબ્દુલ વલી અને મનાલ વાઘ પર ત્રણ-ત્રણ મિલિયન ડોલર (એટલે કે 19-19 કરોડ)નું ઈનામ રાખવામાં આવ્યું છે. access_time 1:16 pm IST

  • INX મીડિયા કૌભાંડ કેસમાં કાર્તિ ચિદમ્બરમને વધુ ત્રણ દિવસની સીબીઆઈ રિમાન્ડ ઉપર સોંપવા અદાલતનો આદેશ access_time 12:03 am IST