Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

મહાજંગ શરૂઃ કાંગારૂ દાવમાં: ઓપનરો પેવેલીયનમાં: સૂર્યા અને ભરતને ટેસ્‍ટ કેપ

ટીમમાં ત્રણ સ્‍પિનરોનો સમાવેશઃ જાડેજાની લાંબા સમય બાદ એન્‍ટ્રી

નાગપુરઃ ભારત અને ઓસ્‍ટ્રેલીયા વચ્‍ચે આજથી ચાર મેચોની ટેસ્‍ટ સિરીઝનો પ્રારંભ થયો છે. ઓસ્‍ટ્રેલીયાએ ટોસ જીતી દાવ લીધો છે. બન્‍ને ઓપનરો પેવેલીયન ભાગી ગયા છે.

મેચમાં હાલ જબરદસ્‍ત ફોર્મમાં ચાલી રહેલ અને ટી-૨૦માં વર્લ્‍ડ નં.૧નું સ્‍થાન મેળવનાર સૂર્યકુમાર અને વિકેટકીપર કે એસ ભરતે ટેસ્‍ટ ડેબ્‍યુ કર્યું છે.

આ સિવાય ભારતે ત્રણ સ્‍પિનરો અને બે ફાસ્‍ટ બોલરો મેદાનમાં ઉતાર્યા છે. ટીમ  ઈન્‍ડિયા આ મુજબ છે. રોહીત, રાહુલ, પૂજારા, કોહલી, સૂર્યા, ભરત, જાડેજા, અશ્વિન, અક્ષર, શમી, શિરાજ.

આ લખાય છે ત્‍યારે ઓસ્‍ટ્રેલીયાએ ૧૬ ઓવરમાં બે વિકેટે ૩૫ રન બનાવ્‍યા છે. વોર્નર અને ખ્‍વાજા ૧ રને આઉટ થયા છે. શમી અને શીરાજે ૧-૧ વિકેટ લીધી છે.

(12:52 pm IST)