Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

પાકિસ્તાન ભૂતપર્વ કપ્તાને કર્યા વિરાટ કોહલીના વખાણ

નવી દિલ્હી: પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અને ૮૦ના દશકના દુનિયાના શ્રેષ્ઠ બેટ્સમેન જાવેદ મિયાદાદ પણ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની પ્રશંસા કર્યા વગર રહી શક્યા નથી. વિરાટ કોહલીની બેટિંગથી પ્રભાવિત મિયાદાદે કહ્યુ છે કે વિરાટ કોહલી જીનિયસ છે અને દુનિયાનો શ્રેષ્ઠ બેટ્સમેન છે. મિયાદાદે કહ્યુહતુ કે કોહલી ટેકનિકની દ્રષ્ટિએ એટલો મજબુત ખેલાડી છે કે તે મુશ્કેલ સ્થિતીમાંથી ભારતને બચાવી લે છે અને જીત અપાવે છે. 
મિયાદાદે પોતાના સમયમાં ૩૫૭ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૧૬૨૧૩ રન કર્યા હતા. જાવેદ મિયાદાદ પાકિસ્તાનનો આધારસ્તંભ તરીકે હતો. મિયાદાદે પોતાના સમય ગાળામાં જ ૨૩૩ મેચમાં ૪૧ રનની સરેરાશ સાથે ૭૩૮૧ રન કર્યા હતા. કેપટાઉન ખાતે રમાયેલી છ વનડે મેચોની શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે આફ્રિકા પર ૧૨૪ રને ભવ્ય જીત મેળવી હતી. આની સાથે જ વનડે શ્રેણીમાં ૩-૦ની નિર્ણાયક લીડ મેળવ લીધી હતી. વિરાટ કોહલીએ ફરી એકવાર વિરાટ બેટિંગ કરીને શાનદાર ૧૬૦ રન ફટકાર્યા હતા.વિરાટ કોહલીએ ૧૫૯ બોલમાં ૧૨ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૬૦ રનની ઇનિગ્સ રમી હતી. આ મેચથી જ પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન ભારે પ્રભાવિત થયો હતો.

(5:43 pm IST)