Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

આજે ભારત ૫ ગોલ્‍ડ જીતી શકે

બેડમીન્‍ટન સ્‍ટાર્સ ઉપર નજરઃ હોકીમાં સાંજે ઓસ્‍ટ્રેલીયા સામે ફાઇનલ મુકાબલો

નવી દિલ્‍હીઃ ઇંગ્‍લેન્‍ડના બર્મિગહામમાં રમાઇ રહેલી ૨૨મી કોમનવેલ્‍થ ગેમ્‍સ હવે તેના છેલ્લા રાઉન્‍ડમાં પહોંચી ગઇ છે. બેડમિન્‍ટન ખેલાડીઓ આજે છેલ્લા દિવસે ત્રણ ગોલ્‍ડ મેળવી શકે છે. વિમેન્‍સ સિંગલ્‍સમાં પીવી સિંધુ અને મેન્‍સ સિંગલ્‍સમાં લક્ષ્ય સેન. આ સિવાય મેન્‍સ ડબલ્‍સમાં સાત્‍વિક રેન્‍કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ફાઇનલ મેચમાં દાવો રજૂ કરશે.
આજે ભારત પાસે ૫ ગોલ્‍ડ અને એક બ્રોન્‍ઝ મેડલ જીતવાની તક હશે. જેમાં મોટાભાગની નજર ભારતીય બેડમિન્‍ટન સ્‍ટાર્સ પર રહેશે.
સાંજે, ભારતીય ટીમ હોકીમાં પ્રથમ વખત ગોલ્‍ડ મેડલ જીતવા માટે ઓસ્‍ટ્રેલિયા સામે ટકરાશે. કોમનવેલ્‍થ ગેમ્‍સમાં ઓસ્‍ટ્રેલિયાએ અત્‍યાર સુધીમાં ૬ ગોલ્‍ડ મેડલ જીત્‍યા છે.

 

(4:17 pm IST)