Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

બ્લાઇન્ડ ક્રિકેટને માન્યતા આપે બીસીસીઆઈ: સચિન તેંડુકલર

નવી દિલ્હી:ભારતના લેજન્ડરી ક્રિકેટર સચિન તેંડુલકરે ભારતીય ક્રિકેટ બોર્ડને રજુઆત કરી છે કે, તેઓએ બ્લાઈન્ડ ક્રિકેટને માન્યતા આપતાં તેમના નેજા હેઠળ લઈ લેવું જોઈએ અને બ્લાઈન્ડ ક્રિકેટરોને બોર્ડની પેન્શન સ્કીમનો લાભ આપવો જોઈએ. ભારત ચાર વખત બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે, પણ ખેલાડીઓની આર્થિક હાલતમાં ખાસ સુધારો જોવા મળ્યો નથી.  વિશ્વના ધનાઢ્ય ક્રિકેટ બોર્ડનો વહિવટ હાલમાં વિનોદ રાયની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની સમિતિ સંભાળી રહી છે. તેંડુલકરે આ સમિતિને જ પત્ર પાઠવીને બ્લાઈન્ડ ક્રિકેટને પોતાનામાં સામેલ કરીને તેના ખેલાડીઓની  અને ક્રિકેટની સ્થિતિ સુધારવા માટે રજુઆત કરી છે. તેંડુલકરે તેના પત્રમાં જણાવ્યું છે કે, હાલમાં જ્યારે આપણે સતત ચોથી વખત બ્લાઈન્ડ વર્લ્ડ કપ ચેમ્પિયન બનવાની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે હું ભારતીય ક્રિકેટ બોર્ડને વિનંતી કરું છું કે, તેઓ ક્રિકેટ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ ઈન ઈન્ડિયાને માન્યતા આપવા અંગે વિચારણા હાથ ધરે. તેંડુલકરે એમ પણ જણાવ્યું કે, ભારતની બ્લાઈન્ડ ક્રિકેટ ટીમે ઘણા વિધ્નોને પાર કર્યા અને એક જ લક્ષ્ય રાખીને આગળ વધતાં દેશને ગૌરવ અપાવ્યું છે. તેમની આ સફળતા આપણા માટે ગૌરવપ્રદ છે અને તે માનવની અમર્યાદ શક્તિઓને દર્શાવે છે. બોર્ડે આ ખેલાડીઓને મદદ કરવા માટે આગળ આવવું જોઈએ.

(4:47 pm IST)