Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ડેવિડ વોર્નર અને શિખર ધવન ઓરેન્જ કેપ માટે કેએલ રાહુલને હંફાવશે

આઈપીએલમાં શ્રેષ્ઠ બેટસમેન માટે સ્પર્ધા : રાહુલે પ્રવર્તમાન સિઝનમાં સૌથી વધુ ૬૭૦ રન બનાવ્યા

દુબઈ, તા. : આઇપીએલની વર્તમાન સીઝનમાં હવે માત્ર બે મેચ બાકી છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પહેલા ફાઈનલમાં પહોંચી ગઈ છે. જ્યારે દિલ્હી અને સનરાઇઝર્સ હૈદરાબાદ બીજા ક્વોલિફાયરમાં ભાગ લેશે.

દરમિયાન ઓરેન્જ કેપ કોને ફાળે જશે જે ખૂબ રસપ્રદ તબક્કે પહોંચી ગયું છે. આઈપીએલ પહેલા અઠવાડિયાથી , વખતે કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન કેએલ રાહુલે ઓરેન્જ કપ પર કબજો જમાવ્યો છે. તેની પાસે હજી સૌથી વધુ ૬૭૦ રન છે. પરંતુ હવે ટૂર્નામેન્ટની અંતિમ ક્ષણોમાં બે બેટ્સમેન રેકોર્ડ પર નજર રાખી રહ્યા છે. છે ડેવિડ વોર્નર અને શિખર ધવન. સવાલ ઉભો થાય છે કે શું કે એલ રાહુલનો રેકોર્ડ તૂટી જશે.

કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ વખતે પ્લે ઓફ માટે ક્વોલિફાય થઈ શકી નથી. પરંતુ વખતે કેપ્ટન કેએલ રાહુલે રનનો ખડકલો ઉભો કર્યો. રાહુલ અત્યાર સુધીમાં તેણે ૫૫ થી વધુની સરેરાશથી ૬૭૦ રન બનાવ્યા છે. દરમિયાન તેણે સદી અને અડધી સદી ફટકારી હતી. તેની પાસે સૌથી વધુ ૫૮ છગ્ગા પણ છે. ૨૦૧૮ની સીઝનમાં પણ રાહુલ ૬૫૯ રન બનાવીને ત્રીજા સ્થાને હતો. જ્યારે અગાઉના વર્ષમાં એટલે કે ૨૦૧૯ માં તેણે ૫૯૩ રન બનાવ્યા હતા.

દિલ્હી કેપિટલના ઓપનર શિખર ધવન ઓરેન્જ કેપ પર નજર રાખી રહ્યા છે. તેણે અત્યાર સુધી ૧૫ મેચમાં ૫૨૫ રન બનાવ્યા છે. ખાસ વાત છે કે ધવન વર્ષમાં બે સદી ફટકારી છે. તેણે સતત બે ઇનિંગ્સમાં સિદ્ધિ મેળવી હતી. પહેલા તેણે ચેન્નઈ સુપર કિંગ્સ સામે ૧૦૧ રનની ઇનિંગ્સ રમી હતી.

પછી તેણે કિંગ્સ ઇલેવન પંજાબ સામે ૧૦૬ રન બનાવ્યા હતા. ધવન બંને ઇનિંગ્સમાં નોટઆઉટ રહ્યો હતો. કે.એલ. રાહુલ પાસેથી ઓરેન્જ કેપ છીનવવા માટે ધવન હજી વધુ ૧૪૫ રનની જરૂર છે. જો દિલ્હીની ટીમ ફાઇનલમાં પહોંચે છે, તો તેઓને તબક્કે પહોંચવા વધુ બે તકો મળશે.

(7:24 pm IST)