Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

આઇપીએલ-13: ધીમી ઓવર નાખવા બાબતે સ્મિતને ફટકારાયો દંડ

નવી દિલ્હી: રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સ્ટીવ સ્મિથને મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં ધીમી ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે. મેચમાં રાજસ્થાન 57 રનથી હાર્યું હતું.આઇપીએલે એક નિવેદનમાં જણાવ્યું છે કે, સીઝનમાં આઇપીએલના નિયમો અનુસાર ધીમી ઓવર રેટનો ટીમનો પહેલો ગુનો હોવાથી સ્મિથને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સ્મિથ પહેલા દિલ્હીની રાજધાનીના કેપ્ટન શ્રેયસ અય્યર  અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીને ધીમો ઓવર રેટ માટે દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. મંગળવારે રમાયેલી મેચમાં મુંબઇએ રાજસ્થાન સામે 194 રને પડકાર આપ્યો હતો.

(5:39 pm IST)