Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

IPL 2020: મુંબઈ વિરુદ્ધ રાજસ્થાનની મોટી હારનો ફાયદો પોઇન્ટ ટેબલ પર ચેન્નાઈને મળ્યો

ચેન્નાઈ સુપર કિંગ્સ હવે પોઇન્ટ ટેબલમાં પાંચમાં ક્રમે આવી ગઇ

મુંબઈ : ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનમાં  મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઇ હતી. મુંબઈ ઈન્ડિયન્સે 57 રનની શાનદાર જીત નોંધાવી અને ફરી એકવાર પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું.છે  સતત પરાજય બાદ રાજસ્થાન રોયલ્સની સ્થિતિ ખૂબ જ ખરાબ બની ગઈ છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) બાદ મુંબઈ ઈન્ડિયન્સ સામે હારી ગયેલ સ્ટીવ સ્મિથની કેપ્ટનશીપની ટીમ સાતમાં સ્થાને આવી ગઈ છે. રાજસ્થાન રોયલ્સની આ મોટી હારનો ફાયદો પોઇન્ટ ટેબલમાં ચેન્નાઈ સુપર કિંગ્સને પણ મળ્યો છે, જે હવે પોઇન્ટ ટેબલમાં પાંચમાં ક્રમે આવી ગઇ છે.

(11:01 am IST)