Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

બીજી ટ્વેન્ટી : ઇંગ્લેન્ડ ઉપર ઓસ્ટ્રેલિયાનો રોચક વિજય

મેક્સવેલના ઝંઝાવતી ૫૮ બોલમાં ૧૦૩ રન : મેન ઓફ દ મેચ મેક્સવેલની બેટિંગથી તમામ પ્રભાવિત

હોબાર્ટ,તા. ૭ : હોબાર્ટ ખાતે રમાયેલી ટ્વેન્ટી-૨૦ ત્રિકોણીય શ્રેણીની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ ઉપર પાંચ વિકેટે જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ આ શ્રેણીમાં પોતાની સતત બીજી જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે નવ વિકેટે ૧૫૫ રન બનાવ્યા હતા જેની સામે ઓસ્ટ્રેલિયાએ ૧૮.૩ ઓવરમાં ૧૬૧ રન બનાવીને આ મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મેક્સવેલે ઝંઝાવતી બેટિંગ કરીને અણનમ ૧૦૩ રન ફટકાર્યા હતા.  મેક્સવેલે ૫૮ બોલમાં ૧૦ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે આ રન બનાવ્યા હતા. તેની બેટિંગ સ્ટ્રાઇક રેટ ૧૭૭થી ઉપર રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી એકલા હાથે મેક્સવેલે પોતાની ટીમને આ જીત અપાવી હતી. તેની મેન ઓફ દ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાએ સિડની ખાતે રમાયેલી પ્રથમ મેચમાં ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે જીત મેળવી હતી. ત્યારબાદ આજે સતત બીજી જીત હાસલ કરી હતી. પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડમાં સાત વિકેટે જીત મેળવી હતી. મેક્સવેલની ઇનિંગ્સ સામે ઇંગ્લેન્ડના બોલરો ફ્લોપ રહ્યા હતા. ઇંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતા નવ વિકેટે ૧૫૫ રન કર્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી માલને ૫૦ રન બનાવ્યા હતા જેમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. મેક્સવેલે બોલિંગમાં પણ કમાલ કર્યો હતો. મેક્સવેલે ત્રણ વિકેટો પણ ઝડપી હતી. ટ્વેન્ટી ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલરના નામે છે. ડેવિડ મિલરે ૩૫ બોલમાં સદી ફટકારી હતી. રોહિત શર્માએ પણ ૩૫ બોલમાં શ્રીલંકા સામે સદી ફટકારી હતી.

મેક્સવેલ છવાયો.....

        હોબાર્ટ, તા. ૭ : મેન ઓફ દ મેચ બનેલા ગ્લેન મેક્સવેલની તોફાની બેટિંગના લીધે ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ ઉપર જીત મેળવીને ત્રિકોણીય શ્રેણીમાં સતત બીજી જીત મેળવી હતી. મેક્સવેલે ૧૭૭થી પણ વધુની સ્ટ્રાઇક રેટ સાથે મેદાન પર ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલાવી હતી અને સૌથી ઝડપી ટ્વેન્ટી સદી ફટકારનાર ખેલાડીઓની યાદીમાં જોડાઈ ગયો હતો. મેન ઓફ દ મેચ તરીકે તેની પસંદગી કરાઈ હતી. તે ત્રણ વિકેટ લેવામાં પણ સફળ રહ્યો હતો.

રન............................................................. ૧૦૩

બોલ.............................................................. ૫૮

ચોગ્ગા........................................................... ૧૦

છગ્ગા............................................................. ૦૪

સ્ટ્રાઇક રેટ............................................. ૧૭૭.૫૮

સૌથી ઝડપી ટ્વેન્ટી સદી

        હોબાર્ટ, તા. ૭ : ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી ટ્વેન્ટી સદી ફટકારનાર ખેલાડીઓની યાદી નીચે મુજબ છે.

નામ.............................................. સદી (બોલમાં)

ડેવિડ મિલર................................................... ૩૫

રોહિત શર્મા.................................................... ૩૫

લેવી.............................................................. ૪૧

ડુપ્લેસીસ....................................................... ૪૬

રાહુલ............................................................ ૪૬

ફિન્ચ............................................................. ૪૭

ગેઇલ............................................................ ૪૭

લેવીસ........................................................... ૪૮

મેક્સવેલ........................................................ ૪૯

ગેઇલ............................................................ ૫૦

મેક્કુલમ......................................................... ૫૦

હયાત............................................................ ૫૦

મેક્કુલમ......................................................... ૫૧

શહેઝાદ......................................................... ૫૨

મુનરો............................................................ ૫૨

લેવીસ........................................................... ૫૩

મુનરો............................................................ ૫૪

દિલશાન........................................................ ૫૫

બેરિંગટ્ન....................................................... ૫૭

મેક્સવેલ........................................................ ૫૮     

હોબાર્ટ : સ્કોરબોર્ડ

ઇંગ્લેન્ડ ઇનિંગ્સ :

રોય

કો. ટાઈ બો. રિચર્ડસન

૦૯

હેલ્સ

કો. એન્ડ બો. અગર

૨૨

માલન

કો. ટાઈ બો. મેક્સવેલ

૫૦

મોર્ગન

કો. વોર્નર બો. મેક્સવેલ

૨૨

બટલર

કો. મેક્સવેલ બો. સ્ટેનોઇશ

૦૫

બિલિંગ

કો. એન્ડ બો. અગર

૧૦

વિલી

સ્ટ. કેરી બો. મેક્સવેલ

૦૩

જોર્ડન

અણનમ

૧૬

રશીદ

કો. સ્ટેનોઇશ બો. સ્ટેનલેક

૦૧

કુરેન

કો. વોર્નર બો. ટાઈ

૦૬

વુડ

અણનમ

૦૫

વધારાના

 

૦૬

કુલ

(૨૦ ઓવરમાં ૯ વિકેટે)

૧૫૫

પતન  : ૧-૧૬, ૨-૬૦, ૩-૯૪, ૪-૧૦૯, ૫-૧૨૨, ૬-૧૨૬, ૭-૧૨૬, ૮-૧૨૭, ૯-૧૩૭

બોલિંગ : સ્ટેનલેક : ૪-૦-૪૩-૦, રિચર્ડસન : ૪-૦-૨૭-૧, ટાઈ : ૪-૦-૨૮-૧, સ્ટેનોઇસ : ૨-૦-૧૬-૧, અગર : ૩-૦-૧૫-૨, હેડ : ૧-૦-૪-૦, મેક્સવેલ : ૨-૦-૧૦-૩

ઓસ્ટ્રેલિયા ઇનિંગ્સ :

વોર્નર             કો. હેલ્સ બો. વિલિ         ૦૪

શોર્ટ               કો. એન્ડ બો. રશીદ        ૩૦

લિન              બો. વિલિ                   ૦૦

મેક્સવેલ          અણનમ                  ૧૦૩

સ્ટેનોઇસ          કો. બિલિંગ બો. વુડ        ૦૬

હેડ                બો. વિલિ                   ૦૬

કેરી               અણનમ                    ૦૫

વધારાના                                     ૦૭

કુલ               (૧૮.૩ ઓવરમાં ૫ વિકેટે) ૧૬૧

પતન  : ૧-૪, ૨-૪, ૩-૮૨, ૪-૯૮, ૫-૧૨૭,

બોલિંગ : વિલિ : ૩-૦-૨૮-૩, વુડ : ૩.૩-૦-૨૬-૧, જોર્ડન : ૪-૦-૩૪-૦, કુરેન : ૪-૦-૩૯-૦, રશીદ : ૪-૦-૩૦-૧

(7:27 pm IST)