Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

ભારત પહેલીવાર રમશે અન્‍ડર-૧૭ વિમેન્‍સ વર્લ્‍ડકપઃ ૧૧મીથી ભારતમાં શરૂ

નવી દિલ્‍હીઃ ૧૧ ઓકટોબરે ભુવનેશ્વરમાં ફિફા અન્‍ડર-૧૭ વિમેન્‍સ વર્લ્‍ડકપ શરૂ થશે. ભારતે ત્રણ ગોલકીપર સહિત કુલ ૨૦ ખેલાડીઓની ટીમ જાહેર કરી હતી. એસ્‍ટમ ઓરાઓ કેપ્‍ટન અને થોમસ ડેનર્બી હેડ-કોચ છે. ભારતના ગ્રુપ એમાં અમેરિકા, મોરોકકો અને બ્રાઝિલ પણ છે.

૧૧ ઓકટોબરે ભારતની પ્રથમ મેચ અમેરિકા સામે છે. અન્‍ડર-૧૭ ટીનેજ ફુટબોલર્સ માટેનો વર્લ્‍ડકપ ૨૦૦૮થી દર બે વર્ષે રમાય છે, પરંતુ ભારત કયારેય કોઇ સીઝન માટે કવોલિફાય નથી થયું. ભારતનો આ પહેલો જ અન્‍ડર-૧૭ વિમેન્‍સ વર્લ્‍ડકપ છે.

(3:53 pm IST)