Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલીયા રવાનાઃ બુમરાહનો રિપ્લેસમેન્ટ કોણ બનશે?: સસ્પેન્સ

વિરાટ, રોહિત, સૂર્યા, પંતે સોશ્યલ મીડિયામાં તસ્વીરો શેર કરીઃ ટીમ પર્થમાં પ્રેકટીસ કરશે

મુંબઇઃ રોહિત શર્મા એન્ડ કંપની આજે સવારે વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયા જવા રવાના થયા હતા. ટીમના ખેલાડીઓએ વહેલી સવારે ઓસ્ટ્રેલિયા જતા પહેલા સોશિયલ મીડીયા પર કેટલીક તસવીરો શેર કરી હતી.

ફલાઇટ પહેલા વિરાટ કોહલી, સૂર્યા રોહિત અને પંતે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી હતી. આ તસ્વીરમાં તેની સાથે યુઝવેન્દ્ર ચહલ અને હર્ષલ પટેલ પણ જોવા મળ્યા હતા. ભારત માત્ર ૧૪ ખેલાડીઓની સાથે આ પ્રવાસ કરી રહ્યુ છે, જયારે જસપ્રિત બુમરાહના સ્થાને ખેલાડીની જાહેરાત આવતા સપ્તાહે કરવામાં આવશે. ટીમ સાથે કોઇ રિઝર્વ ખેલાડી નથી. તેની પાછળનું કારણ દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે રમાયેલી વનડે શ્રેણી છે. તેમજ ભારતે ઓસ્ટ્રેલિયા પહોંચીને ડબલ્યુએસીએ પર્થ ખાતે પ્રેકિટસ કેમ્પ લગાવવો પડશે.

શમીને બુમરાહના રિપ્લેસમેન્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે પરંતુ તેણે અત્યારે ફિટનેશ ટેસ્ટ પાસ કરવી પડશે. આ સાથે જ સિરાજ અને દીપક ચહરને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. છેલ્લી કેટલીક મેચોમાં ડેથ ઓવરોમાં સંઘર્ષ કરતી જોવા મળી છે. જેને કેપ્ટન રોહિત શર્મા અને કોચ દ્રવિડે પણ સ્વીકારી લીધો છે. ભારતી ટી૨૦ વર્લ્ડકપ ટીમ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડયા, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ, સ્ટેન્ડબાય ખેલાડીઓઃ મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઇ, દીપક ચહર

(12:43 pm IST)