Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

કેપ્‍ટન તરીકે સૌથી વધુ વખત શુન્‍ય રન ઉપર આઉટ થનાર ખેલાડી તરીકે વિરાટ કોહલીનું નામ જોડાયુ

નવી દિલ્હી: ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટેસ્ટ મેચના પહેલા દાવમાં શૂન્ય પર આઉટ થનાર કેપ્ટન વિરાટ કોહલીના નામ પર એક અનોખો રેકોર્ડ બન્યો છે. તેણે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પણ મામલે પાછળ છોડ્યો. ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પહેલા દાવમાં વિરાટ કોહલી ડક પર આઉટ થયો એટલે કે શૂન્ય પર આઉટ થઈ ગયો. તે 8 બોલનો સામનો કર્યા બાદ શૂન્ય પર બેન સ્ટોક્સનો શિકાર બન્યો.

કેપ્ટન તરીકે સૌથી વખત શૂન્ય પર આઉટ થનાર  ખેલાડી

વિરાટ કોહલી કેપ્ટન તરીકે સૌથી વધુ વખત ઝીરો પર આઉટ થનાર ખેલાડી બની ગયો છે. તેણે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની બરાબરી કરી છે. ધોની પણ ટેસ્ટમાં 8 વખત ઝીરો પર આઉટ થઈ ચૂક્યો છે અને વિરાટ કોહલી પણ ટેસ્ટમાં કેપ્ટન તરીકે 8 વાર ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન ભેગો થયો છે.

91મી ટેસ્ટ રમી રહ્યો છે વિરાટ કોહલી

અત્રે જણાવવાનું કે કેપ્ટન વિરાટ કોહલીએ ચોથી ટેસ્ટ મેચમાં મેદાન પર ઉતરતા એમ એસ ધોનીને પાછળ છોડ્યો. ધોનીએ પોતાની ટેસ્ટ કરિયરમાં 90 ટેસ્ટ રમી હતી અને કોહલી 91 મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે.

ધોની પણ કેપ્ટન તરીકે 8 વાર શૂન્ય પર આઉત થયો અને વિરાટ કોહલી પણ આઠમી વાર શૂન્ય પર આઉટ થયો. વિરાટના ફેન્સ તો ઈચ્છશે કે કોહલી ધોનીના રેકોર્ડની બરાબરી કરે. જો કે કોહલીના નામે અણગમતો રેકોર્ડ અવશક્ય બની શકે છે.

વિરાટનો ચોંકાવનારો રેકોર્ડ

અત્રે જણાવવાનું કે વિરાટ  કોહલીના ટેસ્ટ જીવનમાં બીજી સિરીઝ છે જેમાં તે બે વાર ઝીરો પર આઉટ થયો હતો. અગાઉ પણ તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2014માં બે વાર શૂન્ય પર આઉટ થયો હતો. ત્યારે વિરાટ કોહલી એકવાર લિયામ પ્લન્કેટની બોલિંગમાં અને એકવાર જેમ્સ એન્ડરસનની બોલિંગમાં ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન ભેગો થયો હતો.

હાલની સિરીઝમાં પણ વિરાટ કોહલી બેવાર ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ચૂક્યો છે. વખતે મોઈન અલી અને બેન સ્ટોક્સે તેને શૂન્ય પર આઉટ કર્યો. વિરાટ કોહલી પોતાના ટેસ્ટ કરિયરમાં 12 વખત ઝીરો પર આઉટ થઈ ચૂક્યો છે.

(5:04 pm IST)