Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

આરોન ફિંચ T20 ક્રિકેટમાં 100 સિક્સર ફટકારનારો પ્રથમ ઓસ્ટ્રેલીયાઇ ખેલાડી

ફિંચ ઓસ્ટ્રેલીયા માટે ક્રિકેટમાં સૌથી નાના ફોર્મેટમાં સૌથી વધારે રન કરનારા ખેલાડી પણ બની ગયો : ડેવિડ વોર્નરને પણ પાછળ છોડ્યો

ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ચોથી T20 મેચમાં ઓસ્ટ્રેલીયાના શાનદાર પ્રદર્શનને લઇને ન્યુઝીલેન્ડને 50 રન થી હાર આપી હતી. લગાતાર રન માટે સંઘર્ષ કરી રહેલા ઓસ્ટ્રેલીયાઇ કેપ્ટન આરોન ફિંચનુ બેટ ખૂબ વરસ્યુ હતુ. આ T20 મેચમાં તેણે 55 બોલમાં 79 રનની ધુંઆધાર પારી રમી હતી. ફિંચ ઓસ્ટ્રેલીયા તરફ થી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સિક્સ લગાવનારો પહેલો ખેલાડી બની ચુક્યો છે.

ફિંચ એ પોતાની ઇનીંગ દરમ્યાન 5 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. તેની આતશી રમતને લઇને ઓસ્ટ્રેલીયા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 156 રન બનાવવામાં સફળ રહી હતી. આરોન ફિંચ T20 ક્રિકેટમાં છગ્ગાઓનુ શતક લગાવવા વાળા છઠ્ઠા બેટ્સમેન છે. ફિંચ ઓસ્ટ્રેલીયા માટે ક્રિકેટમાં સૌથી નાના ફોર્મેટમાં સૌથી વધારે રન કરનારા ખેલાડી પણ બની ચુક્યા છે. ફિંચ આ મામલામાં ડેવિડ વોર્નરને પણ પાછળ છોડી ચુક્યો છે. ઓસ્ટ્રેલીયાઇ કેપ્ટન 70 મેચમાં હવે 2310 રન બનાવી લીધા છે. જેમાં બે શતક અને 14 અર્ધશતક પણ સામેલ છે. તો ડેવિડ વોર્નર એ રમેલી 81 T20 મેચોમાં 2265 રન બનાવ્યા હતા.

આરોન ફિંચ છેલ્લા કેટલાક સમય થી આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યો હતો. જેને લઇને તે આલોચકોના નિશાના પર હતો. 157 રનના લક્ષ્‍યાંકનો પિછો કરતા ન્યુઝીલેન્ડની ટીમ 18.5 ઓવરમાં 106 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલીયા તરફ થી કેન રિચર્ડસન એ 3 અને ગ્લેન મેક્સવેલ એ 2 વિકેટ ઝડપી હતી. કિવી ટીમ તરફ થી કાઇલ જેમીસન એ સૌથી વધુ 30 રનની ઇનીંગ રમી હતી. આ જીત સાથે જ ઓસ્ટ્રેલીયાએ પાંચ મેચોની T20 સિરીઝને 2-2 થી બરાબર કરી લીધી છે. હવે સિરીઝની આખરી મેચ રવીવારે વેલીગ્ટંન માં રમાનારી છે.

(10:51 am IST)