Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

ઝુલન મુંબઈ ઈન્‍ડિયન્‍સ વિમેન્‍સ ટીમની મેન્‍ટર અને બોલિંગ- કોચ

ઈંગ્‍લેન્‍ડની શાર્લોટ હેડ- કોચ અને દેવિકા પલશીકર બેટિંગ- કોચ

નવી દિલ્‍હીઃ માર્ચમાં પહેલીવાર રમાનારી મહિલાઓ માટેની આઈપીએલ (ડબ્‍લ્‍યુપીએલ) માટે મુંબઈ ઈન્‍ડિયન્‍સે પોતાની મહિલા ટીમ માટે ફાસ્‍ટ બોલિંગ  લેજન્‍ડ ઝુલન ગોસ્‍વામીને મેન્‍ટર બનાવી છે. તે ટીમની બોલિંગ-કોચ તરીકેની વધારાની જવાબદારી પણ સંભાળશે. ઈંગ્‍લેન્‍ડની ભૂતપૂર્વ સુકાની શાલોૈટ એડવર્ડ્‍સને હેડ- કોચ બનાવાઈ છે, જયારે દેવિકા પલશીકરને બેટિંગ-કોચ બનાવવામાં આવી છે. તૃપ્‍તિ ચંદગડકર ભટ્ટાચાર્ય ટીમની મેનેજર છે.

(4:16 pm IST)