Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

પઠાણ દુબઈ કેપિટલ્‍સનો કેપ્‍ટન

યુએઈમાં ચાલી રહેલી ઇન્‍ટરનેશનલ લીગ ટીર૦ સ્‍પર્ધાની દુબઈ કેપિટલ્‍સ ટીમની બાકીની મેચોના સુકાની તરીકે ભારતીય ઓલરાઉન્‍ડર યુસુફ પઠાણની નિયુક્‍તિ થઈ છે.

પોઇન્‍ટ્‍સ-ટેબલમાં પાંચમું સ્‍થાન ધરાવતી આ ટીમમાં રોબિન ઉથપ્‍પા, જો રૂટ, રોવમેન પોવેલ, સિકંદર રઝા, ફેબિયન એલન, રવિ બોપારા, વિકેટકીપર નિરોશાન ડિકવેલા, હઝરૂતલ્લા ઝઝાઈ, ચામિકા કરૂણારત્‍ને, મુજીબ- ઉર-રહમાન, દાસુન શનાકા, ભાનુકા રાજાપકસાનો સમાવેશ છે.

 

(4:15 pm IST)