Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

આજથી ભારતીય વિમેન્‍સ ટીમની વોર્મ- અપમાં કસોટી

ડિફેન્‍ડિંગ ચેમ્‍પિયન ઓસ્‍ટ્રેલિયા સાથે સાંજે ૬ વાગ્‍યાથી મુકાબલોઃ બુધવારે બાંગલાદેશ સામે મેચ

નવી દિલ્‍હીઃ ગર્લ્‍સ અન્‍ડર-૧૯ ટીર૦ ટીમોના વિશ્વકપ બાદ હવે શુક્રવાર, ૧૦ ફેબ્રુઆરીએ સાઉથ આફ્રિકામાં મહિલાઓનો ટીર૦ વર્લ્‍ડ કપ શરૂ થઈ રહ્યો છે અને એ પહેલાં આજથી હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય ટીમની બે વોર્મ-અપ મેચમાં પરીક્ષા થશે.  ભારતીય ટીમની આજે (ભારતીય સમય મુજબ સાંજે ૬ વાગ્‍યાથી) ઓસ્‍ટ્રેલિયા સામે પ્રેકિટસ- મેચ છે. ઓસ્‍ટ્રેલિયાની ટીમ ૨૦૨૦માં અને એ પહેલાં ૨૦૧૮માં ચેમ્‍પિયન બની હતી.

સ્‍મળતિ મંધાના ભારતીય ટીમની વાઇસ-કેપ્‍ટન અને મુખ્‍ય ઓપનર છે. ટીમની બીજી પ્‍લેયસમાં દીપ્‍તિ શર્મા, શેફાલી વર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), જેમાઇમા રોડરિંગ્‍સ, રાધા યાદવ, યાસ્‍તિકા ભાટિયા, અંજલિ સરવાની, હર્લીન દેઓલ, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાન્‍ડે, રેણુકા સિંહ, દેવિકા વૈધ અને પૂજા વષાાકરનો સમાવેશ છે.

મેગ લેનિંગ ડિર્ફેન્‍ડિંગ ચેમ્‍પિયન ઓસ્‍ટ્રેલિયન ટીમની કેપ્‍ટન છે. અલીસા હિલી વાઇસ-કેપ્‍ટન અને વિકેટકીપર છે.

 

(1:20 pm IST)