Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

સાઉથ આફ્રિકા મહિલા ક્રિકેટ ટીમને 88 રને માત આપી ભારતીય ટીમે

નવી દિલ્હી:ગઈ કાલે કિમ્બર્લીમાં યોજાયેલી વન-ડે મૅચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકાની ટીમને ૮૮ રને હરાવીને વિજયી પ્રારંભ કર્યો હતો.

સાઉથ આફ્રિકામાં રમાયેલી મહિલા ક્રિકેટ ચૅમ્પિયનશિપના પહેલા રાઉન્ડમાં ગઈ કાલે કિમ્બર્લીમાં યોજાયેલી વન-ડે મૅચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકાની ટીમને ૮૮ રને હરાવીને વિજયી પ્રારંભ કર્યો હતો. ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરતાં ભારતે ૫૦ ïવરમાં વિકેટે ૨૧૩ બનાવ્યા હતા જેમાં ૯૮ બૉલમાં ફોર અને એક સિક્સરની મદદથી સ્મૃતિ મંધાનાએ ૮૪ રન જ્યારે કૅપ્ટન મિતાલી રાજે ૪૫ રન બનાવ્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકાની આખી ટીમ ૪૩. ઓવરમાં ૧૨૫ રન બનાવી શકી હતી. ભારત વતી ઝુલન ગોસ્વામીએ ૨૪ રનમાં , શિખા પાંડેએ ૨૩ રનમાં , પૂનમ યાદવે બાવીસ રનમાં બે અને આર. એસ. ગાયકવાડે ૨૦ રનમાં એક વિકેટ લીધી હતી. સ્મૃતિ મંધાનાને પ્લેયર ઑફ મૅચ જાહેર કરવામાં આવી હતી.

(5:19 pm IST)