Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

છેલ્‍લો મેચ હાર્યા પણ સિરીઝ જીતી ગયા

આપણા બોલરો-બેટરોનો ધબડકો, વર્લ્‍ડકપમાં શું હાલ થશે?

નવી દિલ્‍હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્‍ચે ત્રણ ટી૨૦ મેચોની સિરીઝની છેલ્‍લી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને ૪૯ રને હરાવ્‍યુ હતું. જોકે ટીમ ઇન્‍ડિયાએ ૨-૧થી સિરીઝ જીતી લીધી છે.

૨૨૮ રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની ખરાબ શરૂઆત રહી હતી. ભારતને પ્રથમ ઝટકો રોહિત શર્માની વિકેટ રૂપે લાગ્‍યો હતો. રોહિત શર્મા ૦ રન બનાવીને આઉટ થયા બાદ તરત જ શ્રેયસ અય્‍યર ૧ રન, ઋષભ પંત ૨૭ રન બનાવી આઉટ થયો હતો ત્‍યારબાદ દિનેશ કાર્તિકે બાજી સંભાળી હતી અને શાનદાર ૪૬ રનની ઇનિંગ રમી હતી. આજની મેચમાં સુર્યકુમાર યાદવ કંઇ ખાસ રન ના બનાવી શકયો અને માત્ર ૮ રન બનાવીને આઉટ થયો હતો. ત્‍યારબાદ આવેલા અક્ષર પટેલ અને હર્ષલ પટેલે થોડી વાર માટે વિકેટ ટકાવી હતી. પરંતુ તેમની પાર્ટનરશીપ લાંબી ના ટકી અને  અક્ષર પટેલ ૯ રન અને હર્ષલ ૧૭ રન બનાવી આઉટ થયો હતો. ત્‍યારબાદ અશ્વિન ૨, દિપક ચહર ૩૧, અને મોહમ્‍મદ સિરાઝે ૫ રનનું યોગદાન આપ્‍યુ હતું. ઉમેશ યાદવ ૨૦ રન સાથે અણનમ રહ્યો. આમ ભારત ૧૭૮ રન જ બનાવી શકયુ હતું

આ અગાઉ આફ્રિકાના બેટરોએ ભારતીય બોલરોની ખૂબ ધોલાઇ કરી હતી.

(3:52 pm IST)