Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

દ.આફ્રિકા સામે ટી ૨૦ મેચ પાછળથી રમાડવામાં આવશે, ૩ ટેસ્ટ, ૩ વન-ડે રમાશે

ભારતીય ટીમ દ.આફ્રિકાના પ્રવાસે જશે : આ પ્રવાસ એક સપ્તાહ પાછો ઠેલાઈ શકે છે અને ભારતની પહેલી ટેસ્ટ મેચ ૨૬ ડિસેમ્બરથી શરુ થઈ શકે છે

નવી દિલ્હી, તા.૪ : કોરોનાના એમિક્રોન વેરિએન્ટના જોખમ વચ્ચે પણ ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકાનો પ્રવાસ કરશે તેવુ ભારતીય ક્રિકેટ બોર્ડે આજે કહ્યુ છે.

ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે કહ્યુ હતુ કે, ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે ત્રણ ટેસ્ટ અને ત્રણ વન ડે રમશે પણ ચાર ટી ૨૦ મેચ પાછળથી રમાડવામાં આવશે. પહેલા એવી અટકળો થઈ રહી હતી કે, આ પ્રવાસ ટળી જશે પણ હવે ક્રિકેટ બોર્ડે ટીમ ઈન્ડિયાનો પ્રવાસ યથાવત રાખ્યો છે.જોકે તારીખોનુ એલાન હજી કરવામાં આવ્યુ નથી. મૂળ કાર્યક્રમ પ્રમાણે પહેલી ટેસ્ટ ૧૭ ડિસેમ્બરથી રમાવાની છે.હવે ટીમ ઈન્ડિયા માત્ર ત્રણ ટેસ્ટ અને ત્રણ વન ડે રમશે.આ બાબતે ભારતીય ક્રિકેટ બોર્ડે સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડને જાણકારી આપી દીધી છે.

એવુ મનાઈ રહ્યુ છે કે, આ પ્રવાસ એક સપ્તાહ પાછો ઠેલાઈ શકે છે અને ભારતની પહેલી ટેસ્ટ ૨૬ ડિસેમ્બરથી શરુ થઈ શકે છે.બહુ જલ્દી ક્રિકેટ બોર્ડ પ્રવાસની તારીખોની જાહેરાત કરશે.

(9:15 pm IST)