Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

ટીમ ઈન્ડિયા સાથે જોડાવવા શિખર ધવન, શ્રેયસ ઐયર જયપુરથી અમદાવાદ સુધી કારથી પહોચ્યા

જયપુરથી અમવાદના લગભગ 678 કિલોમીટર સુધીનો પ્રવાસ: ટીમ સાથે જોડાવા માટે 11 કલાકની લાંબી સફર કારમાં કરી

અમદાવાદ : ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન શિખર ધવન અને શ્રેયસ ઐયર ઇંગ્લેંડ સામે રમાનારી 5 મેચોની T20 શ્રેણીના માટે ટીમ ઇન્ડીયાની સાથે જોડાઇ ગયા છે. આજ થી શરુ થતી ટેસ્ટ મેચ બાદ આગામી 2 માર્ચ થી ભારત અને ઇંગ્લેંડ વચ્ચે T20 શ્રેણી રમાનારી છે. 5 મેચોની T20 શ્રેણી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી છે. આ માટે શિખર ધવન અને શ્રેયસ ઐયર બંને ટીમ ઇન્ડીયા સાથે જોડાઇ ગયા છે. પરંતુ તેઓ ટીમ સાથે જોડાવા માટે 11 કલાકની લાંબી સફર કારમાં કરી હતી. બંને ખેલાડીઓ વિજય હજાર ટ્રોફીમાં હિસ્સો લઇ રહ્યા હતા. જેમાં શિખર ધવન દિલ્હી અને અને ઐયર મુંબઇનુ પ્રતિનિધત્વ કરી રહ્યા છે. બંને બેટ્સમેનો જયપુરથી અમદાવાદ પહોંચ્યા હતા. તે બંને ઇંગ્લેંડ સામેની T20 શ્રેણી માટે ટીમનો હિસ્સો છે.

જયપુરથી અમવાદના લગભગ 678 કિલોમીટર સુધીનો પ્રવાસ તેઓએ કાર મારફત પુરો કર્યો હતો. તેઓ આ અંગેની જાણકારી સોશિયલ મીડિયા મારફતે આપી હતી.શિખર ધવને પોતાના ટ્વીટર એકાઉન્ટ મારફતે એક તસ્વીર તેની અને ઐયરની શેર કરી છે. જેમાં લખ્યુ છે કે, ટીમ ઇન્ડીયાની સાથે એક વાર ફરીથી જોડાતા ખૂબ સારુ લાગી રહ્યુ છે. તેની સાથે તેણે ભારતનો ઝંડો પણ લગાવ્યો છે.

શ્રેયસ ઐયર એ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી હતી. જેમાં લખ્યુ હતુ કે, 11 કલાકની લાંબી ડ્રાઇવ બાદ તેઓ અમદાવાદ પહોંચ્યા હતા. આવો જોઇએ કે આ મુસ્કાન કેટલો લાંબો સમય સુધી રહે છે.

(11:55 am IST)