Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

ઇંગ્લેન્ડ સાથે પાંચ વનડે માટેની ઓસ્ટ્રેલિયા ટીમની જાહેરાત

નવી દિલ્હી: ઈંગ્લેન્ડ વિરુદ્ધ ૧૪ જાન્યુઆરીથી રમાનાર પાંચ વન-ડે મેચોની સીરીઝ માટે ગ્લેન મેક્સવેલને ઓસ્ટ્રેલિયન ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. જ્યારે ક્રિસ લિન અને વિકેટકિપર ટીમ પૈનની ટીમમાં વાપસી થઈ છે. જોય રીચર્ડસન અને એંડ્રયુ ટાયને પણ ટીમમાં સ્થાન અપાયુ છે. 
મેક્સવેલે શેફીલ્ડ શીલ્ડમાં ૯ ઈનિંગમાં ૭૩ની સરેરાશથી ૫૯૦ રન બનાવ્યા છે. તેમ છતા તેને ટીમમાં સ્થાન નથી મળ્યુ, જે ચોંકાવનારો નિર્ણય છે. નેશનલ સિલેક્ટર ટ્રેવર હોસે જણાવ્યુ કે, ગ્લેન મેક્સવેલ મેચ વિજેતા ખેલાડી છે, પરંતુ વન-ડે ફોર્મેટમાં તે છેલ્લી ૨૦ મેચમાં સારુ પ્રદર્શન નથી આપી શક્યો, તેની સરેરાશ ૨૨ની જ રહી છે. જ્યારે ખભાની ઈજામાંથી બહાર આવતા ક્રિસ લિન ટીમમાં વાપસી કરી રહ્યો છે. તેણે છેલ્લી મેચ ૧૨ મહિના અગાઉ રમી હતી. તો વિકેટકિપર તરીકે ટીમમાં મેથ્યુ વેડની જગ્યાએ ટીમ પૈનને સ્થાન મળ્યુ છે. જ્યારે પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર રીચર્ડસન અને એંડ્ર્યુ ટાયને પણ ટીમમાં સ્થાન મળ્યુ છે. 
સ્ટિવ સ્મિથ (કેપ્ટન), ડેવીડ વોર્નર, પેટ કમિન્સ, એરોન ફિંચ, ક્રિસ લિન, જોસ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, ટીમ પૈન, જોય રીચર્ડસન, મિચેલ સ્ટાર્ક, માર્ક્સ સ્ટોનિસ, એંડ્ર્યુ ટાય, એડમ જામ્પા.

(5:11 pm IST)