News of Wednesday, 3rd January 2018

વિનોદ કાંબલી ઓન ફિલ્ડ : કોચ તરીકે પુનરાગમન

નવી દિલ્હીઃ ભારતીય ટીમના પુર્વ ડાબોડી બેટ્સમેન અને સતત બે ટેસ્ટમાં ડબલ સેન્ચ્યુરી ફટકારનાર વિનોદ કાંબલી ફરી  ક્રિકેટ ગાઉન્ડ ઉપર નજરે પડશે. આ વખતે તે ખેલાડી તરીકે નહિં પણ કોચના રૂપે ગ્રાઉન્ડ ઉપર પુનરાગમન કરશે. આ નિર્ણય તેણે સચીનના કહેવાથી કર્યો હોવાનું મુંબઇ ક્રિકેટ એસોસીએશનના બાંદ્રા કુલા પરીસરમાં એક ક્રિકેટ કોંચીગ એકેડમીના લોન્ચીગ પ્રસંગે જણાવેલ.

કાંબલીએ વધુમાં જણાવેલ કે નિવૃતી બાદ પોતે ટીવી કોમેન્ટેટરે અથવા ટીવી પર એકસપર્ટ બનવાનું વિચારતો હતો, પણ ક્રિકેટ પ્રત્યેની મારી લાગણી અને પ્રેમ અકબંધ રહયો છે.  એટલે જ હું ગ્રાઉન્ડ ઉપર પરત ફર્યો છું. જેનો શ્રેય સચીનને જાય છે તેણે એ પણ જણાવેલ કે આચરેકર સર પાસેથી મળેલ મુલ્યો વિદ્યાર્થીઓ સાથે વહેંચીશ

(3:54 pm IST)
  • બિહારને રણજી ટ્રોફી અને અન્ય રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ભાગ લેવા સુપ્રિમ કોર્ટ દ્વારા બીસીસીઆઈને નિર્દેશ access_time 4:22 pm IST

  • લખતર-અમદાવાદ હાઇવે પર વિઠલાપરા ગામ પાસે સુરેન્દ્રનગર તરફથી આવી રહેલ ટ્રક નં. આરજે રર જીએ ૦૭૭૧ની સાઇડ કાપીને આગળ જવા નિકળવાનો પ્રયાસ કરી રહેલ બાઇક ચાલક લીંબડી તાલુકાના જાળીયાણ ગામના વાલજીભાઇ અરજણભાઇ કોળી સામેથી વાહન આવતા બાઇક ઉપરથી પડી જવાથી ટ્રકના વ્હીલ નીચે આવી જતા મોત નિપજયું છે access_time 5:28 pm IST

  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST