Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

Iplમાં નવો નિયમ આવશે 'ઈમ્પેકટ પ્લેયર'

પ્લેઈંગ ઈલેવનની સાથે ૪ સબ્સ્ટીટયુટ ખેલાડીઓના નામ આપી શકાશે, જેમાંથી એક પ્લેયરનો ઉપયોગ મેચમાં થઈ શકશે

નવી દિલ્હીઃ આઈપીએલને ભારતમાં ક્રિકેટના સૌથી મોટા તહેવારની જેમ જ ઉજવવામાં આવે છે. ૧૦ અલગ અલગ ટીમોના ખેલાડીઓ વચ્ચેની રોમાંચક મેચો આઈપીએલની સાચી ઓળખ છે. આઈપીએલની નવી સીઝન માટે ઘણા ખેલાડીઓએ પોતાનું નામ પણ રજિસ્ટર કરાવી દીધુ છે. બીસીસીઆઈ આઈપીએલની નવી સીઝનમાં નવો પ્રયોગ કરવા જઈ રહી છે. એક નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે જેનું નામ છે ઈમ્પેકટ પ્લેયર.આ નિયમથી આઈપીએલમાં નવો રોમાંચ ઉમેરાશે.

બીસીસીઆઈ થોડા દિવસ પહેલા જ પૂરી થયેલી ભારતની ઘરેલૂ ટી૨૦ ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં આ નિયમ લાગુ કર્યો હતો. હવે આ નિયમ આઈપીએલની નવી સીઝનમાં જોવા મળશે. આઈપીએલના આધાકારિક ટ્વિટર હેન્ડલ પર આ નિયમ સંબંધિત  પોસ્ટમાં જણાવવામાં આવ્યુ છે કે આ નિયમ આ વર્ષથી જ લાગુ થશે.

આઈપીએલના આ નવા ટેકિટકલ સબ્સટિટ્યૂટ નિયમ અનુસાર મેચમાં ટોસ પહેલા ટીમનો કેપ્ટન તેની પ્લેઈંગ ૧૧ની સાથે સાથે ૪ સબ્સટિટૂટ ખેલાડીના નામ પણ આપશે. આ ૪માંથી કોઈ એક ખેલાડીનો ઉપયોગ મેચ દરમિયાન થઈ શકશે. મેચમાં ૧૪ ઓવર ખત્મ થતા પહેલા રમતમાં ખેલાડીઓને રિપ્લેસ કરી શકાશે. આ ખેલાડી તેના ભાગની તમામ ઓવર પણ નાંખી શકશે.આ નિયમમાં કેટલીક શરતો પણ છે. આખી મેચમાં આ નિયમ ત્યારે જ લાગુ કરી શકાશે, જ્યારે બંને ટીમો આ નિયમનો ફાયદો ઉઠાવી શકે. જો મેચમાં કોઈ કારણથી ૧૦ ઓવરની ઈનિંગમાં કે તેનાથી ઓછી ઓવરમાં આ નિયમ લાગુ થશે નહીં. મેચ દરમિયાન આ ખેલાડી કોઈ પણ રોલ નિભાવી શકે છે.

(3:36 pm IST)