News of Saturday, 3rd February 2018

સુપ્રીમ કોર્ટમાં શ્રીસંત મામલે 5 ફેબ્રુઆરીએ સુનાવણી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ ક્રિક્ટર એસ શ્રીસંત મામલે 5 ફેબ્રુઆરીએ સુનાવણી કરવાની છે. શ્રીસંતે કેરળ હાઈ કોર્ટમાં તે નિર્ણય સામે અરજી કરું છે જેમાં બીસીસીઆઈ દ્વારા 2013માં આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગમાં તેને આરોપી સાબિત કરીને આજીવન પ્રતિબંધ ફટકારવમાં આવ્યો છે. કેરળ હાઈ કોર્ટની સિંગલ જજની પીઠે તેના પરનો પ્રતિબંધ દૂર કરી દીધું હતો જો કે બીસીસીઆઇની અપીલ પર બે જજોની બેન્ચે એકલ જજના નિર્ણયને પલટાવીને પ્રતિબંધ લગાવ્યો છે. જેને અનુલક્ષીને સુપ્રીમ કોર્ટમાં 5 ફેબ્રુઆરીના નિર્ણય લેવામાં આવશે.

(4:41 pm IST)
  • એર ઇન્ડિયાના નવા માલિક અંગે જૂનના અંત સુધીમાં સ્પષ્ટતા થઇ જશે. સરકારનું લક્ષ્ય છે કે ડિસેમ્બર સુધીમાં તેની સાથે જોડાયેલી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરી લેવાશે. તેના બાદ હરાજીમાં સંપત્તીને ટ્રાન્સફર કરવામાં આવશે તેમ ઉડ્ડ્યન મંત્રી જયંત સિન્હાએ જણાવ્યું હતું. access_time 3:11 pm IST

  • બાબા અમરનાથના ભક્તો માટે ખુશખબર : ૨૮ જૂનથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ તીર્થ યાત્રા માટે એડ્વાન્સ રજિસ્ટ્રેશન ૧લી માર્ચથી શરૂ થશે : દેશભરમાં પંજાબ નેશનલ બેન્ક, જમ્મુ- કાશ્મીર બેન્ક, યશ બેન્કની ૪૩૦ શાખામાં અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન ૧લી માર્ચથી શરૂ થઈ જશે. access_time 3:04 pm IST

  • અમદાવાદ : અમિતભાઈ શાહના પુત્ર જય શાહે ખાનગી ન્યૂઝ પોર્ટલ (ધ વાયર પોર્ટલ) સામે કરેલી બદનક્ષીની ફરીયાદનો મામલો : આજે મેટ્રો કોર્ટમાં પોર્ટલના એડિટર રોહિણી સિંગ સહિત તમામ કોર્ટમાં હાજર રહ્યા : હવે પછીની સુનવણી ૧૭ માર્ચે access_time 3:33 pm IST