Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

પહેલવાન વિનેશ ફોગાટે આપી કોરોનને માત: સતત બે રિપોર્ટ આવ્યા નેગેટિવ

નવી દિલ્હી:  ભારતની ટોચની મહિલા રેસલર વિનેશ ફોગાટ કોરોના વાયરસના ચેપમાંથી સાજા થઈ છે અને બે વાર રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. સાવચેતી તરીકે તે હોમ કોરોનટાઇન થઇ ગઈ છે. 24 વર્ષીય વિનેશ 'ખેલ રત્ન' એવોર્ડ લઈ શકી નહીં કારણ કે તે 29 ઓગસ્ટના રોજ ઓનલાઇન રાષ્ટ્રીય રમત પુરસ્કાર સમારોહ પહેલા કોરોના પોજીટીવ હોવાનું જાણવા મળ્યું હતું. વિનેશે ટ્વીટ કર્યું, "ગઈકાલે (મંગળવારે) મારો બીજો કોવિડ -19 ટેસ્ટ હતો અને મને એમ કહીને ખુશી થાય છે કે મારૂ પરિણામ નેગેટિવ આવ્યું છે." ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલિફાઇ થનારી એકમાત્ર ભારતીય મહિલા રેસલર વિનેશે જણાવ્યું હતું. કે તેણી વધુ થોડા સમય માટે એકાંતમાં રહેવાનું પસંદ કરશે.

(5:50 pm IST)