Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટ કાઉન્‍સિલ દ્વારા નવા વર્ષે આઇસીસી મંથ એવોર્ડની જાહેરાતઃ એક પુરૂષ-એક મહિલાનું સન્‍માન કરાશેઃ પ્‍લેયર ઓફ ધ મંથના નોમિનેશન લિસ્‍ટમાં ભારતીય ખેલાડીને સ્‍થાન

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ નવા વર્ષે આઈસીસી મંથ એવોર્ડની જાહેરાત કરી હતી, જેમાં દર મહિને એક પુરૂષ અને એક મહિલા ખેલાડીનું સન્માન કરવામાં આવશે. જેણે મહિના દરમિયાન સારૂ પ્રદર્શન કર્યુ હોય. પરંતુ આ પહેલા નોમિનેશન અને પછી વોટિંગ ચાલશે, ત્યારબાદ નક્કી થશે કે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ કોણ છે. જાન્યુઆરી બાદ ફેબ્રુઆરીના પ્લેયર ઓફ ધ મંથના નોમિનેશનનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં એક ભારતીય ખેલાડીનું નામ સામેલ છે.

આઈસીસીએ ફેબ્રુઆરી મંથ માટે નોમિનેશનના લિસ્ટમાં ત્રણ ખેલાડીઓને પુરૂષ વર્ગમાં સામેલ કર્યા છે, જેમાં ઈંગ્લેન્ડ કેપ્ટન જો રૂટ, ભારતીય સ્પિનર આર અશ્વિન અને વેસ્ટ ઈન્ડિઝના કાઇલ મેયર્સ છે. જો રૂટને સતત બીજીવાર નોમિનેશન્સના લિસ્ટમાં સ્થાન મળ્યું છે, પરંતુ રિષભ પંતે તે એવોર્ડ પોતાના નામે કર્યો હતો. તો જો રૂટને આ વખતે અશ્વિનની ટક્કર મળી રહી છે, જ્યારે કેરેબિયન બેટ્સમેન કાઇલ મેયર્સે પણ પોતાનો દાવો મજબૂત કર્યો છે.

જો રૂટે ફેબ્રુઆરી મહિનામાં 55.5ની એવરેજથી 218 રન બનાવ્યા છે, જ્યારે છ વિકેટ ઝડપી છે. તો આર અશ્વિને 35.2ની એવરેજથી 106 રન  અને 24 વિકેટ ઝડપી છે. જો રૂટના પ્રદર્શનને જોતા આર અશ્વિન એટલે તેના પર હાવી લાગી રહ્યો છે, કારણ કે અશ્વિને ખરાબ ગણઆવેલી પિચ પર સદી ફટકારી હતી, જ્યારે સિરીઝમાં શાનદાર બોલિંગ કરતા 24 વિકેટ ઝડપી છે. મેયર્સ માત્ર બેવડી સદીને કારણે આ યાદીમાં સામેલ છે. વિજેતાની જાહેરાત આગામી સોમવારે થશે.

મહિલા કેટેગરીમાં આ ખેલાડી નોમિનેટ

આઈસીસી વુમન ક્રિકેટ મંથ એવોર્ડ માટે ઈંગ્લેન્ડની ટેમી બ્યુમોન્ટ, નેટ સિવર અને ન્યૂઝીલેન્ડની બ્રુક હાલિડે નોમિનેટ થઈ છે.

(5:10 pm IST)