Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

કોહલી સાથ ન આપત તો મેન્ટલ હેલ્થની તકલીફમાંથી બહાર ન નિકળી શકત

ઓસ્ટ્રેલીયન ઓલરાઉન્ડર મેકસવેલનો ખુલાસો

વેલીંગ્ટન,તા. ૨: વિશ્વભરના ખેલાડીઓ માટે આજના યુગમાં શારીરીક ક્ષમતા સાથે મેન્ટલ હેલ્થ પણ ખૂબ જ જરૂરી છે. ક્રિકેટ,ટેનીસ, ફુટબોલ સહિતની રમતના ખેલાડીઓ મેન્ટલ હેલ્થનો શિકાર બન્યા છેે.

ઓસ્ટ્રેલીયાના ઓલરાઉન્ડર મેકસવેલે ખુલાસો કરતા જણાવેલ કે તે પણ મેન્ટલ હેલ્થનો શિકાર બનેલ ત્યારે. ભારતીય કેપ્ટન કોહલીએ મારો ખુલીને સાથ આપેલ. મેકસવેલ ૨૦૨૧માં કોહલીની કેપ્ટનશીપવાળી રોયલ ચેલેન્જર્સમાંથી આગામી આઇપીએલ રમનાર છે.

મેકસવેલે વધુમાં જણાવેલ કે કોહલી સાથે તેની સારી મિત્રતા છે. ૨૦૧૯માં જ્યારે માનસીક કારણોથી બ્રેક લીધેલ ત્યારે વિરાટે મારા નિર્ણયનું ખુલીને સમર્થન કરેલ. તેઓ મારી પરિસ્થિતીઓને સમજી ચૂકેલ જેમાંથી હુ પસાર થતો હતો. કોહલી પણ આવી પરિસ્થિતીમાંથી ૨૦૧૪માં પસાર થઇ ચૂકેલ.

ફ્રાંસના ટેનીસ ખેલાડી જાઇલ્સે માનસીક સ્વાસ્થ્યમાં સુધાર માટે એટીપીમાંથી અનિશ્ચિત સમયની બ્રેક લીધી છે. સીમોને જણાવેલ કે હાલની સ્થિતી જોતા મારૂ મન ટ્રાવેલ કરવા કે ટેનીસ રમવા હા નથી પડતું. જેથી મારે બ્રેક લેવી પડી.

(3:02 pm IST)