Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

આફ્રિકાના બોલરોમાં વેરાયટી, અનુભવ અને પ્રતિભા

રબાડા, મોર્કલ, સ્ટેન અને ફિલેન્ડર દુનિયાની કોઈપણ ટીમને ભારે પડી શકે છે : મારી પાસે બેટીંગમાં કોઈ નવી સ્ટાઈલ નથી, ભારત કોઈપણ ટીમનો સામનો કરવા તૈયાર

કેપટાઉન : ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માનંુ માનવુ છે કે દક્ષિણ આફ્રિકાનું ઝડપી બોલીંગ આક્રમણ દુનિયાનું સૌથી સારૂ છે. હિટમેનના નામે જાણીતા રોહિતે પોતાની બેટીંગ વિશે કહ્યું કે તેનો પ્રયાસ ફિલ્ડરને કલીયર કરવાનો રહે છે. તેણે એમ પણ કહ્યુ કે ૨૦૧૮ના વર્ષમાં ભારતીય ટીમને સાચી પરીક્ષા થશે અને તેનો પ્રારંભ આફ્રિકાથી થઈ રહ્યો છે.

રોહિત શર્માએ જણાવ્યુ હતુ કે હું હંમેશા ફિલ્ડીંગના હિસાબે બેટીંગ કરૂ છું. આ સિવાય મારી બીજી કોઈ બેટીંગ સ્ટાઈલ નથી. બોલને હીટ કરવાનો મારો સતત પ્રયાસ રહે છે. આમા બીજુ કોઈ વિજ્ઞાન નથી. મારી બેટીંગ સ્ટાઈલની તુલના ગેલ અને પોલાર્ડ સાથે કરી શકાય. આફ્રિકા સામેની શ્રેણી પર તેણે કહ્યુ કે તેમની ઝડપી બોલીંગ દુનિયાની શ્રેષ્ઠ છે.

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાથી પણ તેમની પાસે વધુ સારા ઝડપી બોલર છે. તેમની પાસે વેરાયટી, અનુભવ અને પ્રતિભા છે. રબાડા, મોર્કલ, સ્ટેન અને ફિલેન્ડર કોઈ પણ ટીમ પર ભારે પડી શકે છે. તેમનો સામનો કરવો અમારા માટે પડકાર અને મુશ્કેલભર્યો બની રહેશે.

(11:39 am IST)