Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

પ્રણોયે વર્લ્ડ નંબર–ફોરને હરાવ્યોઃ સિંધુ પણ જીતી

નવી દિલ્હીઃ ભારતની પી.વી.સિંધુ અને ઍચ.ઍસ.પ્રણોય કવાલા લમ્પુરમાં મલેશિયા ઓપન બૅડમિન્ટન ટુર્નામેન્ટમાં જીતીને કવોટર ફાઇનલમાં પહોંચી ગયાં હતા.
ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન સિંધુની અત્યારે વિશ્વમાં ૭મી રેન્ક છે. તેણે થાઇલેન્ડની ફિટ્ટાયાપોર્ન ચાઇવાનને ૧૯–૨૧, ૨૧–૯, ૨૧–૧૪થી હરાવી હતી.સિંધુ હવે ચાઇનીઝ તાઇપેઇની કટ્ટર હરીફ તાઇ ત્ઝુ યિન્ગ સામે રમશે.વિશ્વમાં ૨૧મી રૅન્ક ધરાવતા પ્રણોયે વિશ્વના ચોથા નંબરના ખેલાડી ચાઇનીઝ તાઇપેઇના ચોઉ ટિઍન ચેનને ૨૧–૧૫, ૨૧–૭થી હરાવીને લાસ્ટ–ઍઇટમાં પ્રવેશ કર્યો હતો, જેમાં તે ઇન્ડોનેશિયાના જાનટન ક્રિસ્ટી સામે રમશે.

(3:28 pm IST)