Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ટી૨૦ અને વન-ડેમાં રોહિત પરત ફરશેઃ હાર્દિક અને ધવનની વન-ડેમાં વાપસીઃ ઋતુરાજ નથી

ઇંગ્‍લેન્‍ડ સામે ટી-૨૦ અને વન-ડે સિરીઝ માટે ટીમ ઇન્‍ડિયા જાહેર

નવી દિલ્‍હીઃ ટીમ ઇન્‍ડિયા હાલમાં ઇંગ્‍લેન્‍ડના પ્રવાસ પર છે. જયાં ટીમને ફરીથી નિર્ધારીત ટેસ્‍ટ મેચ, ત્રણ મેચની ટી૨૦ સિરીઝ  અને ત્રણ મેચની વનડે સિરીઝ રમવાની છે. ટેસ્‍ટ મેચ પહેલા જ ટીમ ઇન્‍ડિયાનો કેપ્‍ટન રોહિત શર્મા કોવિડને કારણે બહાર થઇ ગયો છે. બીસીસીઆઇએ ઇંગ્‍લેન્‍ડ સામેની ટી૨૦ વનડે માટે ટીમની જાહેરાત કરી છે.

પ્રથમ ટી૨૦ આંતરરાષ્‍ટ્રીય મેચ માટે ૧૮ સભ્‍યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ મેચમાં રોહિત શર્મા ટીમનો ભાગ હશે અને ટીમની કમાન પણ સંભાળશે. ૧૮ સભ્‍યોની ટીમમાં ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, સુર્યકુમાર યાદવ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક, હાર્દિક પંડયા, વેંકટેશ અય્‍યર,યુઝવેન્‍દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઇ, ભુવનેશ્વર પટેલ, હરેશ કુમાર, અવેશખાન તેમજ અર્શદીપ સિંહ, ઉમરાન મલિક અને બીજી ત્રીજી ટી૨૦ મેચમાં વિરાટ કોહલી

ત્રણ મેચની વનડે શ્રેણી માટે૧૭ સભ્‍યોની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા વનડે શ્રેણીમાં પણ કેપ્‍ટનશિપ કરતો જોવા મળશે. ૧૭ સભ્‍યોની ટીમમાં રોહિત શર્મા, શિખર ધવન, ઇશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રૈયસ અય્‍યર, ઋષભ પંત, હાર્દિક પંડયા, રવિન્‍દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, યુઝવેન્‍દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ક્રિષ્‍ના મોહમ્‍મદ શમી, મોહમ્‍મદ સિરાજ અરશદીર સિંહનો ટીમમાં ૃસમાવેશ કરવામાં આવ્‍યો છે પ્રથમ ટી૨૦ માટે ભારતીય ટીમ રોહિત શર્મા (કેપ્‍ટન), ઇશાન કશિન, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસેન, સૂર્યકુમાર યાદવ, દિપક હુડા, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક(વિકટમેન), હાર્દિક પંડયા, વેંકટેશ અય્‍યર, યુઝવેન્‍દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિશ પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક

બીજી અને ત્રીજી ટી૨૦ માટે ટીમ ઇન્‍ડિયાઃ રોહિત શર્મા (કેપ્‍ટન), ઇશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, શ્રેયસ હૈયર, દિનેશ કાર્તિક () ઋષભ પંત(), હાર્દિક પંડયા, રવિન્‍દ્ર જાડેજા, યુઝવેન્‍દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઇ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, હર્ષલ પટેલ, ઉમરાન માલિક

વન ડે ટીમઃ રોહિત શર્મા (કેપ્‍ટન), શિખર ધવન, ઇશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, રિષભ પંત (વિકેટ કીપર), હાર્દિક પંડયા, રવિન્‍દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, યુઝવેન્‍દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત કૃષ્‍ણ બુમરાહ, પ્રનંદ, મોહમ્‍મદ સિરાજ, અર્શદીપ સિંહ.

હાર્દિક પંડયાની વનડે ટીમમાં વાપસી થઇ છે. તેણે છેલ્લે જુલાઇ ૨૦૨૧માં શ્રીલંકા સામે વનડે મેચ રમી હતી. મોહમ્‍મદ શમી, જસપ્રિત બુમરાહ અને રવિન્‍દ્ર જાડેજા જેઓ વેસ્‍ટ ઇન્‍ડિઝ સામેની વનડે શ્રેણીમાં ન રમ્‍યા હતા તેમની વાપસી થઇ છે. ઋતુરાજ વનડે ટીમમાં નથી

ઇજાના કારણે કેએલ રાહુલની વનડે શ્રેણીમાં પસંદગી કરવામાં આવી ન હતી. જોકે તેના સ્‍થાને ઋતુરાજ ગાયકવાડનું નામ પણ લેવામાં આવ્‍યું નથી.ધવન અને રોહિત ઓપનિંગ કરશે. ઇજાગ્રસ્‍ત દીપક ચહર ઉપરાંત કુલદીપ યાદવ, દીપક હુડ્ડા, રવિ બિશ્નોઇ, શાહરૂખ ખાન અને વોશિંગ્‍ટન સુંદરને પણ વનડેમાં લેવામાં આવ્‍યા ન હતા. આ તમામ ખેલાડીઓ વેસ્‍ટ ઇન્‍ડિઝ સામેની ટીમના સભ્‍ય હતા.

(3:12 pm IST)