Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

હવે રોનાલ્‍ડોનો મહિલાના વકીલ સામે દાવો પાંચ કરોડનો બદનક્ષીનો

કેથરીન મેયોર્ગા નામની મહિલાએ બળાત્‍કારનો ખોટો આક્ષેપ કર્યો હતો, જેને કોર્ટે રોનાલ્‍ડોને કલીન ચીટ આપી હતી

નવી દિલ્‍હી : સુપર સ્‍ટાર ફુટબોલર ક્રિસ્‍ટિયાનો રોનાલ્‍ડોએ પોતાની સામે બળાત્‍કારનો ખોટો આક્ષેપ કરનાર મહિલાના વકીલ સામે ૬,૨૬,૦૦૦ ડોલર (અંદાજે પાંચ કરોડ રૂપિયા)નો બદનક્ષીનો દાવો માંડયો છે.  કેથરીન મેયોર્ગા નામની આ મહિલાએ ૧૦ વર્ષ પહેલાં લાસ વેગસમાં રોનાલ્‍ડોએ પોતાની જાતીય સતામણી કરી હતી એવા આક્ષેપ સાથે અને લાખો ડોલરના વળતરની માંગણી સાથે જે કેસ નોંધાવેલો એમાં કેથરીન હારી ગઇ અને ન્‍યાયાધીશે રોનાલ્‍ડોને કલીન ચિટ આપી હતી. જોકે રોનાલ્‍ડોએ પોતાના વકીલ મારફત ન્‍યાયાધીશને વિનંતી કરી છે કે બદનક્ષીનો જે દાવો તેણે માંડયો છે તે મહિલાના વકીલ પોતે જ ભરે એવો આદેશ આપો.

(2:57 pm IST)