Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

પૂર્વ કોર્પોરેટર અશ્વિન પાંભર પરિવારના શુભલગ્ન પ્રસંગે પ્રેરક કાર્યઃ સાદ્દગીથી પ્રસંગ ઉજવ્યોઃ ચિ.પ્રતિક - ચિ.હેત્વી

કોવિડ-૧૯ ના નિયમોનું ચૂસ્ત પાલનઃ મહેમાનો સગા વ્હાલાઓને કંકોત્રીને બદલે જનજાગૃતિપત્ર પાઠવી સ્વાસ્થ્ય જાળવવા વિનંતી કરી

રાજકોટઃ ભા.જ.પ. અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર શ્રી અશ્વિનભાઇ પાંભર પરિવારના સંજય મેઘજીભાઇ પાંભર (પૂજા ઇલેકટ્રીક) ત્થા અ.સૌ.શોભનાબેનના સુપુત્ર ચિ.પ્રતિકના શુભલગ્ન આજે તા.૧૧ના ચિ. હેત્વી સાથે સંપન્ન થયા છે.ત્યારે પાંભર પરિવારે વર્તમાન કોરોના સંક્રમણની સ્થીતીમાં કોવિડ-૧૯ અંગેના સરકારી નિયમોનું ચુસ્તપણે પાલન કરી અને માત્ર પરિવારજનોની હાજરીમાં નવદંપતીનો સાદગીભર્યો સત્કાર સમારંભ યોજયો હતો. અને સગા-સબંધીઓ-સ્નેહીજનોને જનજાગૃતિ પત્ર ત્થા મિઠાઇ મોકલી અને વર્તમાન સંજોગોમાં પણ પરપસ્પર સૌના હેતભર્યા સબંધો જળવાઇ રહે સમાજ અને સૌનું સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે નિયમોનું પાલન કરવા અનુરોધ કરી નવદંપતીને આશિર્વાદ પાઠવવા વિનંતી કરી છે. જેથી આવનારા ભવિષ્યમાં સ્વસ્થ સમાજ સાથે ફરી શુભપ્રસંગો હર્ષોલ્લાસ સાથે ઉજવી શકાય તેવી અપીલ કરી હતી.

(9:26 am IST)