Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

મોરબી જીલ્લા સરકારી વકિલ વિજયભાઇ જાનીના સુપુત્રના હળવદમાં શુભલગ્નઃ ચિ.જૈમિન ો ચિ.સ્નેહા

રાજકોટ :  હળવદ રહેતા મોરબીના જીલ્લા સરકારી વકિલ વિજયભાઇ ચંદ્રવદનભાઇ જાની અને અ. સૌ. હિનાબેન જાનીના સુપુત્ર ચિ. જૈમિન (એડવોકેટ) ના શુભલગ્ન મોરબી નિવાસી અ. સૌ. હર્ષાબેન તથા રમેશભાઇ ભાનુશંકર ભટ્ટના સુપુત્રી ચિ. સ્નેહા (એમ. બી. એ.) સાથે તા. ર૭ ને રવિવારે શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર, તળાવ કાંઠે, હળવદ ખાતે નિરધારેલ છે.

શુભ પ્રસંગે તા. રપ ને શુક્રવારે સવારે ૮.૩૦ વાગ્યે ગણેશ સ્થાપન - મંડપ મુર્હુત તથા સવારે ૯.૩૦ વાગ્યે ગ્રહશાંતી  તથા બપોરે ૧ર.૩૦ વાગ્યે મામેરાવિધી સ્વ. હર્ષદભાઇ રવિશંકરભાઇ દવે, ગં. સ્વ. ઉષાબેન હર્ષદભાઇ દવે તથા સમસ્ત દવે પરિવાર દ્વારા કરાશે.

તા. ર૬ ને શનીવારે સવારે ૧૦ વાગ્યે પીઠી-હલ્દી, સાંજે ૭ વાગ્યે ભોજન સમારંભ તથા રાત્રીના ૮.૩૦ વાગ્યે દાંડીયા રાસ આસ્થા સ્પીનીંગ મીલ, માળીયા ચાર રસ્તા, હળવદ ખાતે યોજાશે.

તા. ર૭ ને રવિવારે સવારે ૮.૩૦ વાગ્યે સ્વ. બળવંતરાય અમૃતલાલ દવે, સ્વ. વસંતરાય અમૃતલાલ દવેના નિવાસ સ્થાન જોષીફળીથી જાન પ્રસ્થાન કરશે. બપોરે ૧૧.૪પ વાગ્યે શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર, તળાવ કાંઠે, હળવદ ખાતે હસ્તમેળાપની વિધી સંપન્ન થશે.

આમંત્રીતોને ઉપસ્થિત રહેવા સ્વ. ચંદ્રવદનભાઇ શંભુરામભાઇ જાની, સ્વ. સીતાબેન ચંદ્રવદનભાઇ જાની, પરિવારનાં દિપકભાઇ ચંદ્રવદનભાઇ જાની, (એડવોકેટ-અકિલા-પત્રકાર -હળવદ) શ્રી દેશબંધુ હરિશચંદ્ર પંડયા (એડવોકેટ), અ. સૌ. હિરલબેન દેશબંધુભાઇ પંડયા, અ. સૌ. ધાત્રી નિશાંતકુમાર જોષી, શ્રી નિશાંતકુમાર મહેશભાઇ જોષીહિતાંશુ, જીયા, પ્રર્થિત, જાનવી, ક્રિશા, વૈદેહી, હેત્વી, રૃદ્ર, તિર્થન, દ્વારકેશ, પાહી સહિત જાની પરિવારે આમંત્રણ પાઠવ્યું છે.

(12:06 pm IST)