Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

જાુનાગઢના પત્રકાર સ્‍વ. નારીભાઇ નંદવાણીના પૌત્રોના ઉપનયન સંસ્‍કાર ચિ.રાજ - ચિ.શૌય

(વિનુ જોષી દ્વારા) જાુનાગઢ  તા. ૧ :.. જુનાગઢ સીંધી સમાજના અગ્રણી પત્રકાર સ્‍વ.નારીભાઇ ઓધવદાસ નંદાણી તથા સ્‍વ.ગોપીબેનના પૌત્રોના તા. ૪ ડીસેમ્‍બરને રવિવારના રોજ એસેલ પાર્ક જુનાગઢ ખાતે ઉપનયન સંસ્‍કાર યોજાનાર છે.

ધર્મેન્‍દ્રભાઇ નંદવાણી તથા અંજલીબેનના સુપુત્ર ચિ. રાજ તથા હરેશભાઇ અને નેહાબેનના સુપુત્ર ચિ. શૌય યજ્ઞોપવિત ધારણ કરશે.

આ પ્રસંગે રાત્રે ૮-૩૦ કલાકે ભોજન સમારંભનું પણ આયોજન કરેલ છે જેમાં આમંત્રીતોને ઉપસ્‍થિત રહેવા નંદવાણી પરિવાર વતી મોહીતકુમાર લક્ષ્મણદાસ નંદવાણીએ ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્‍યું છે.

 

(4:25 pm IST)