સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th January 2018

કંડલા બંદરે વધુ એક આગનો બનાવ-લોડર સળગ્યું

ભુજ તા. ર૦: ડીઝલ ભરેલા જહાજમાં લાગેલી આગમાં અટવાયેલા કંડલા પોર્ટમાં જેટી નં. ૭ પાસે માલ-સામાન જહાજમાંથી ખાલી કરી રહેલા લોડરમાં આગ લાગતાં દોડધામ મચી હતી.

જોકે, સમયસર બચાવ કામગીરીનાં કારણેઢ સળગતાં લોડરનાં ચાલક પુનામાં રાવ (ઉ. ૪પ) નો બચાવ થયો હતો. આગ કાબૂમાં આવી જતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

(11:17 am IST)