સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 31st October 2020

૬૦દિ'ની જહેમત પછી સફળતા મળી

ભાણવડમાં નવ ઇંડા મુકી ગયેલ રૂપસુંદરી સાપના ઇંડા સેવી બચ્ચાને જન્મ આપ્યો

ભાણવડ તા. ૩૧ : ભાણવડ વિસ્તાર દુુલેરી સાપ માટે ખુબજ જાણીતો છે ગત ઓગસ્ટ માસમાં અહી એક રૂપસુંદરી (ત્રિંકેટ) પ્રજાતિની નાગણે નવ ઇંડા મુકયા હતા તે પછી તે ચાલી જતા એનિમલ વલર્સ ગ્રુપ ભાણવડને તેની જાણ થતા તેમણે સતત ૬૦ દિવસ સુધી એક પ્લોટમાં માટી, રેતી તથા કુત્રિમ રીતે નાગણના ગર્ભ જેવું વાતાવરણ લેંપના પ્રકાશથી રોજેરોજ ઉભુ કરીને આ નવેય ઇંડાઓનો વિકાસ કરાવી ને ૬૦ દિ' પછી તમામ નવેય ઇંડાઓમાંથી બેબી સાપનો જન્મ થયો હતો.

આ નાના બાળ સર્પનો જન્મ થતા પ્રાણી પ્રેમીઓમાં આનંદની લાગણી ફેલાઇ હતી તમામ નાના સાપ બચ્ચાઓને બરડા ડુંગરમાં તેને અનુરૂપ વાતાવરણમાં સફળ રેસ્કયુ કરવામાં આવ્યું હતું.

સતત સાંઇઠ દિવસ આ ઇંડા તે માટે જહેમત ઉઠાવવામાં આ ગ્રુપના એ.આર. ભટ્ટ, પરાગ, પીઠીયા તથા કેયુર સંચલાએ મદદ કરી હતી.

(12:51 pm IST)