સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 31st October 2020

સરકારી કોટેજ હોસ્પિટલ ઉપલેટા સામે આક્ષેપ

પાનેલીના યુવાનની ડેડબોડીને કવર કર્યા વિના જ લોહી નીતરતી સોંપી

લાશ જોઇ પરિજનોની દશા શું થશે એવી કોઇ માનવતા નહિ

(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલી ,તા. ૩૧: મોટી પાનેલી ગામના લેઉવા પટેલ યુવાનનું ગઈકાલે અકસ્માત માં ગંભીર મોત થયેલ તેમને ઉપલેટા સરકારી હોસ્પિટલ કોટેજમાં પોસ્ટ મોર્ટમ માટે લઇ જવાયેલ જયાં કોટેજમાં મૃતકનું પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ ડેડબોડીનેં કોઈપણ જાતનું કવર કર્યા વિનાજ લોહી નીતરતી હાલતમાં લાશને પરિવારને સોંપવામાં આવેલ હતી તેવા આક્ષેપ રાજકોટ જિલ્લા ભાજપ કિશાન મોરચાના મહામન્ત્રી મહેન્દ્રભાઈ ભાલોડીયા સાથે લેઉવા પટેલ અગ્રણી ભાવેશભાઈ ફિંડોરિયાએ કરેલ છે પરિવારના આધારસ્તંભ યુવાનનું આમ અચાનક કમકમાટી ભર્યું મોત થયું હોય તેમની આવી હાલતમાં લાશ જોઈને પરિજનો ની શું હાલત થશે તેવો માનવતા ભર્યો વિચાર પણ કર્મચારીએના દાખવતા પરિજનોમાં તંત્ર સામે  નારાજગી જોવા મળેલ.

'હું જિલ્લા ભાજપનો અગ્રણી ત્યાં હાજર હોવા છતાં જો કોટેજ હોસ્પિટલ માં આવો વ્યવહાર થતો હોય તો સામાન્ય માણસોનું શું થતું હશે'

ડેડબોડીનેં પોસ્ટ મોર્ટમ માટે ડોકટર નેં બોલાવવામાં આવ્યા ત્યારબાદ પોસ્ટમોર્ટમ કરીને ડોકટર જતા રહ્યા એકમાત્ર પટાવાળા હાજર હતા જેણે પરિવારને લોહી નીતરતી લાશ સોંપી દીધી, મારું ધ્યાન જતા મેં ઉગ્રતા પૂર્વક રજુઆત કરી ત્યારે એક કપડું લાશને ઢાંકવા માટે આપ્યું પણ ત્યાંતો પરિવારના કોઈ સદસ્ય ગામમાંથી ચાદર લઈને આવી ગયેલ.કોટેજ હોસ્પિટલ માં જો આવીરીતે વહીવટ ચાલતો હોય તો એ એક ગંભીર બાબત કહેવાય.તેમ ભાલોડીયાએ કહ્યું હતું.

(11:40 am IST)