સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 31st October 2020

બગસરાઃ ફેરીયાઓને આર્થિક મદદ કરવા વિરજીભાઇ ઠુંમરની કલેકટરને રજુઆત

બગસરા,તા.૩૧: લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જિલ્લા કલેકટરને પત્ર પાઠવી જણાવ્યું હતું કે રાજય અને દેશમાં કોરોના મહામારીમાં ના કારણે લાદવામાં આવેલું ત્રણ મહિનાનું કડક લોકડાઉન અને ત્યારબાદ અનલોકમાંમાં આજદિન સુધી સૌથી વધુ ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તો તે છે ફેરિયાઓ જીવન જરૂરી ચીજ વસ્તુઓની શેરી મહોલ્લામાં કે રોડપર બેસી ફેરી કરી પોતાના પરિવારનું નિર્વાહ કરતા ફેરિયાઓ આર્થિક તંગીમાં મુકાયા છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમને કોઈ આર્થિક મદદ કરવામાં આવેલ છે કે નહીં તેની માહિતી જાણવાની સાથે લાઠી બાબરા સહિત સમગ્ર અમરેલી જિલ્લાના ફેરિયાઓ ને પૂરતી જરૂરી આર્થિક મદદ કરવા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જિલ્લા કલેકટરને પત્ર પાઠવી રજુઆત કરેલ છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે૧ જૂન ૨૦૨૦ના રોજ દેશના વડાપ્રધાન દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ ( સૂક્ષ્મ ધિરાણ ) યોજના અમલમાં મુકવામાં આવી હતી આ યોજના હેઠળ લાઠી- બાબરા સહિત જિલ્લાના કેટલા ફેરિયાઓ ની અરજીઓ આવી કેટલી મંજુર કરવામાં આવી અને કેટલા ફેરિયાઓને રકમની ચૂકવણી કરવામાં આવી સમગ્ર બાબતની પૂરતી માહિતી ધારાસભ્ય દ્વારા જિલ્લા કલેકટર પાસે માંગવામાં આવેલ છે.

તેમને જિલ્લાના ફેરિયાઓની ચિંતા કરી તેમને પૂરતી આર્થિક મદદ મળી રહે તે જોવાનું પણ જિલ્લા વહીવટી તંત્ર ને અનુરોધ કર્યો છે.

(11:21 am IST)