સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 31st October 2020

ભાવનગરમાં સીની. એકયુપેશનલ થેરાપીસ્ટ અમિત મિત્રાને નિવૃતિ વિદાયમાન અપાયું

(વિપુલ હીરાણી દ્વારા) ભાવનગર,તા.૩૧ :  ભાવનગરની પી.એન.આર. સોસાયટી સંચાલિત, નટરાજ કોલેજ કેમ્પસના સંસ્થાના એકયુપેશનલ થેરાપીસ્ટ અમિત મિત્રાની વયમર્યાદાને કારણે નિવૃત્ત્િ। થતાં સન્માન કાર્યક્રમ યોજવામાં આવેલ. વિશિષ્ટ શિક્ષકશ્રી જયોતિબેન પરમાર દ્વારા શ્લોકગાન બાદ માનદ્ મંત્રી  કિરીટભાઈ રાઠોડ દ્રારા સ્વાગત, ટ્રસ્ટી  તન્નારાણા સાહેબ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ અને ટ્રસ્ટી  મફતભાઈ દ્વારા શાલ અર્પણ કરવામાં આવેલ.

 સેક્રેટરી જનરલ પારસભાઈ શાહ 'CITATION' નું વાંચન કરેલ. તથા ટ્રેઝરર  એચ.પી. રાખાશિયાભાઈ દ્વારા પુરસ્કાર અર્પણ કરવામાં આવેલ. તેમજ સાથી કર્મચારીઓએ ચાંદીની સ્મૃતિ ભેટ અર્પણ કરી. સંસ્થાના મોભી વડેલ  અનંત કે. શાહ (બાબાભાઈ) એ 'એકયુપેશન થેરાપીસ્ટ' તરીકે  અમિત મિત્રાના સંસ્થામાં આગમનથી રિહેબિલીટેશન કાઉન્સિલ ઓફ ઈન્ડીયા ન્યૂ દિલ્હી અને નેશનલ ટ્રસ્ટ ન્યૂ દિલ્હી સાથેની પ્રવૃતિઓ, સફળતાઓ, લાભાર્થીઓને મળતી સવલતો, દાનની સરવાણી પરાકાષ્ટા સુધી પહોચી, કેન્દ્રીય સંસ્થા સાથે Liaison ના 'કી પર્સન'  તરીકેની એમની મહત્વની કાર્યવાહીનો હવાલો આપી, તંદુરસ્ત આયુ અને આનંદમય જીવન માટેની શુભેચ્છા આપી હતી. 

સી.પી.સ્કૂલના ઈન્ચાર્જ પ્રિન્સીપાલશ્રી જીશાબેન સોલંકીએ એચિવમેન્ટ શબ્દને સાર્થક કરનાર વ્યકિત તરીકે બિરદાવ્યા. વિશિષ્ટ શિક્ષક  વરૂણભાઈ વ્યાસ તથા  બીનાબેન જાની એ શ્રી અમિતભાઈ મિત્રાને માર્ગદર્શક અને મેન્ટર હોવાની વાત કરી ભાવપૂર્ણ ઋણ સ્વિકાર કર્યા.

અમિતભાઈ મિત્રા એ પોતાના  બાબાભાઈ અને અન્ય સાથીઓના માર્ગદર્શન સહકાર માટે હદયપુર્વક આભાર વ્યકત કરેલ. સમારંભનું સંચાલન  રેશ્માબેન ભાવસાર તથા આભારવિધિ  પારસભાઈ શાહે કરેલ હતી.

(10:33 am IST)