સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 31st July 2021

ધોરાજીનાં પ્રૌઢે માનસિક બિમારીથી કંટાળીને ભાદર નદીમાં ઝંપલાવીને મોત મીઠુ કર્યુ

ગોંડલ-ધોરાજીઃ ધોરાજી - જામકંડોરળા વચ્ચે વેગડીના પૂલ નીચે ભાદર નદીમાં ગોંડલ ફાયર ટીમના મહાવીરસિંહ, જયેશભાઈ, અશ્વિનભાઈ, કિશોરભાઈ ઘટના સ્થળે જઈને લાશને બહાર કાઢી હતી (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(ધર્મેન્દ્ર બાબરીયા-કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા. ૩૧ :. ધોરાજીના પ્રૌઢે માનસિક બિમારીથી કંટાળી ભાદર નદીમાં પડી મોત મીઠું કર્યુ હતું.

ધોરાજીના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલ બગીચા પાસે રહેતા ઈશ્વરભાઈ રામજીભાઈ ગોંડલીયા (ઉ.વ.૫૫)ને માનસિક બીમારી હોય અને સવારે ૮ વાગ્યાની આસપાસ પોતાના પુત્રને ગેલેકસી ચોક ખાતે મુકી બાદમાં ઘરે ન પહોંચતા અને ઘરવાળા બધે શોધખોળ કરતા અને તેનુ બાઈક ભાદર નદીના પૂલ પર પડેલ મળતા અને તેઓ પાણીમાં કુદેલ છે તેને આધારે ત્યાં તપાસ કરતા તે દરમ્યાન મંત્રી જયેશભાઈ રાદડીયા ત્યાંથી પસાર થતા અને તેઓને આ અંગેની જાણ થતા મામલતદાર દ્વારા ગોંડલથી તરવૈયા બોલાવેલ અને છેક સાંજે મહામહેનતે મરણ જનારની ડેડબોડી પાણીમાં કાદવમાં ખુપી ગયેલ હોય મહામહેનતે નિકળતા અને પીએમ અર્થે હોસ્પીટલ ખાતે ખસેડેલ હતી. આ કાર્યવાહીમાં મામલતદાર જોલપરા, નગરપાલિકા ફાયર સ્ટાફે માનવ સેવાના કાર્યકરો અને પોલીસ હાજર રહેલ આ બનાવ અંગે બીટ જમાદાર પ્રદીપભાઈ બારોટ તપાસ ચલાવી રહેલ હતા.

(11:40 am IST)