સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 31st July 2021

મોરબીના લાલપર નજીક કેનાલમાં આધેડ ડૂબી જતા ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યો

દોઢેક કલાકની મહેનત બાદ ફાયર ટીમને મૃતદેહ હાથ લાગ્યો

મોરબીના લાલપર નજીક કેનાલમાં ૪૯ વર્ષના આધેડ પાણીમાં ડૂબી જતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું જોકે દોઢેક કલાકની મહેનત બાદ ફાયર ટીમને મૃતદેહ હાથ લાગ્યો હતો
 મોરબીના લાલપર નજીક કેનાલમાં એક આધેડ પાણીમાં ડૂબતા હોવાની માહિતીને પગલે મોરબી ફાયર ટીમના પ્રતિશગીરી ગોસ્વામી, સલીમભાઈ નોબે, પ્રીતેશ નગવાડીયા, વસંત પરમાર અને વિમલ બાવલીયા સહિતની ટીમ દોડી ગઈ હતી અને આધેડને બચાવવા રેક્સ્યું ઓપરેશન હાથ ધર્યું હતું ફાયર ટીમના તરવૈયાઓએ દોઢેક કલાક સુધી શોધખોળ ચલાવી હતી અને ડૂબેલા આધેડનો પત્તો લગાવ્યો હતો જોકે પાણીમાં ડૂબી જતા આધેડનું મોત થયું હતું
મૃતક ધર્મેન્દ્રભાઈ નાનજીભાઈ ચાવડા (ઉ.વ.૪૯) રહે રામકૃષ્ણ સોસાયટી સામાકાંઠે મોરબી ૨ વાળા હોવાનું જાણવા મળ્યું છે તો બનાવને પગલે મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી બનાવની વધુ તપાસ હાથ ધરી છે

(9:07 pm IST)