ભાણવડનાં ગુંદા ગામમાંથી ર શખ્સો દારૂ સાથે ઝડપાયાઃ એકની શોધખોળ
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૩૧ :.. દેવભૂમિ દ્વારકા પોલીસ અધિક્ષક નીતેશ પાંડેની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક જામ ખંભાળીયા વિભાગના હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ગુંદા ગામમાં વિશાલભાઇ ગોરધનભાઇ ખીરસરીયા પોતાના રહેણાંક મકાને ઇગ્લીશ દારૂની બોટલો સાથે બે ઇસમને પકડી પાડેલ હોય જેઓની પુછપરછ દરમ્યાન આરોપીઓએ ઇગ્લીશ દારૂની બોટલો કાનાભાઇ મેરામણભાઇ મોરી ગામ બોરડી તા. રાણાવાવ જી. પોરબંદર વાળા પાસેથી ખરીદી કરેલ નુ જણાવેલ આ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો બોટલો નંગ ૧૦૮ ની કિ. રૂપિયા ૪૩,ર૦૦ તથા બે મોબાઇલ ફોન કિ. રૂા. ૭૦૦૦ સહિત રૂા. પ૦,ર૦૦ ના મુદામાલ સાથે બે આરોપીઓ (૧) વિશાલ ગોરધનભાઇ ખીરસરીયા જાતે પટેલ (ઉ.વ.૩૩) ધંધો ખેતીકામ રહે. ગુંદા તા. ભાણવડ (ર) કારૂ રાયમલભાઇ સુવાળીયા જાતે કોળી (ઉ.૩૩) ધંધો મુળ ગામ ચોખંડા હાલ રહે. ગુંદાની ધરપકડ કરી છે. જયારે કાનાભાઇ મેરામણભાઇ મોરી ગામ બોરડી તા. રાણાવાવ જી. પોરબંદર નાસી છૂટયા છે.
ભાણવડ પો. સબ. ઇન્સ. પી. ડી. વાંદા, એ. બી. જાડેજા સર્વેલન્સ સ્કોડના એ. એસ. આઇ. ગીરીશભાઇ અરજણભાઇ ગોજીયા તથા પો. હેઙ કો. કિશોરસિંહ ચંદુભા જાડેજા, તથા શકિતસિંહ જુવાનસિંહ જાડેજા તથા વિપુલભાઇ ગગુભાઇ હેરભા તથા પો. કો. વેજાણંદભાઇ ધનાભાઇ બેરા તથા મનહરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા તથા શકિતસિંહ અનિરૂધ્ધસિંહ ઝાલા તથા વિપુલભાઇ કાનાભાઇ મોરી તથા અજયભાઇ એભાભાઇ ભારવાડીયા તથા મહિલા પો. કો. મીનાબેન હમીરભાઇ નંદાણીયા વિગેરે નાઓએ સંયુકતમાં કરેલ છે.