News of Tuesday, 31st January 2023
આટકોટની ખોડા હડમતીયા પ્રા. શિક્ષકોનું સન્માન
આટકોટ : જસદણ તાલુકા ના વહીવટી તંત્ર દ્વારા ખાંડા હડમતીયા પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષક સુનિલભાઈ પરમારે શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરેલ હોય તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ.એન વંડ્રાના હસ્તે સુનિલભાઈ પરમારનું સન્માન કરવામાં આવ્યું હતું આ સિધ્ધિ ને બિરદાવતા જસદણ તાલુકાના બી.આર.સી કોર્ડીનેટર રવિદાનનભાઈ બારહટે અભિનંદન પાઠવ્યા હતા. સાથે શાળાના શિક્ષક માયાબેન યાદવનું પણ પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માન કરવામાં આવેલ હોય શાળાના સ્ટાફ તેમજ ખાંડા હડમતીયા ગામ લોકોએ ખૂબ જ અભિનંદન આપ્યા હતા. (તસ્વીર-અહેવાલ : કરશન બામટા, આટકોટ)
(10:38 am IST)