સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 31st January 2018

ગોંડલમાં ટ્રેન નીચે આવી જતા ભાવનગરના રેલ્વે કર્મચારી ભરતભાઇ વાઢેરનું મોત

ગોંડલ લગ્નમાં આવ્યા'તાને મહેમાનોને બેસાડવા ગયા ત્યારે ટ્રેનમાં ચડતી વેળાએ પગ લપસ્યોઃ ૩ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા અરેરાટી

ગોંડલઃ તા.૩૧, ઙ્ગગોંડલના રેલ્વે સ્ટેશનમાં ટ્રેનની નીચે આવી જતા ભાવનગરના રેલકર્મી ભરતભાઈ વાઢેરનું મોત નીપજતાં રેલ્વે સ્ટાફમાં ગમગીની વ્યાપી ગઈ છે.  મળતી  વિગત મુજબ ભાવનગર રેલ્વે ડીવીઝનમાં ફરજ બજાવતા ભરતભાઈ દ્યનાભાઈ વાઢેર (ઉ.વ.૪૮) ગઇકાલેે ગોંડલ સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ માટે આવ્યા હતા અને મહેમાનને રાજકોટ જવાનું હોવાથી  રેલ્વે સ્ટેશન મહેમાનને ટ્રેનમાં બેસાડવા માટે આવ્યા હોય ત્યારે ટ્રેનમાં ચઢતી વેળાએ તેમનો પગ લપસી જતા ટ્રેન નીચે આવી જતા રેલવેના જ કર્મચારીનું મોત નીપજયું હતું.  બનાવની જાણ થતા રેલ્વે પોલીસના હેડ કોન્સ્ટેબલ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અકસ્માતમાં મૃત્યુ પામેલા રેલ્વે કર્મચારીના એક પુત્ર સહિતના ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.

   અત્રે ઉલ્લેખનીય છે કે અવારનવાર મુસાફરો ટ્રેનમાં ચઢતી વખતે કે ઉતરતી વખતે થોડા અમથા બેધ્યાન કે ધક્કામુક્કીનો શિકાર થાય કે તુરંત દુર્ઘટના ઘટતી હોય છે. ઘણીવાર આવા બનાવોમાં લોકોના ચમત્કારીક બચાવ પણ થતા હોય છે . આ ઘટનામાં યુવાન ભરતભાઈના મોતથી પરિવાર પર શોક સાથે સાથે સંતાનોના માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

(11:38 am IST)