સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th November 2022

મોરબીમાં વાહનચોરો પર અંકુશ ક્યારે? ફરી ૩ મોટર સાયકલની તસ્કરી.

આ ત્રણેય ઘટનાઓની ફરિયાદ સીટી એ ડિવીઝન પોલીસ મથક ખાતે નોંધાઈ

મોરબી જિલ્લા જાણે વાહનચોરોની ગેંગ સક્રિય બની હોય તેમ દિન-પ્રતિદિન વાહન ચોરીના બનાવ સામે આવી રહ્યા છે ત્યારે ફરી ૩ મોટર સાયકલની તસ્કરી થયાની ઘટના સામે આવી છે. અને આ ત્રણેય ઘટનાઓની ફરિયાદ સીટી એ ડિવીઝન પોલીસ મથક ખાતે નોંધાઈ છે.


જેમાં પ્રથમ કિસ્સામાં તા-૨૬/૦૯/૨૦૨૨ ના રોજ ફરિયાદી છગનભાઈ વેલાભાઈ ખાંભલાનું રૂ.૧૮૦૦૦ની કિમતનું સને ૨૦૧૧નું મોડલ હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઈકલ રજી. નં. જીજે.૦૩.ઈએફ.૧૬૨૫ની શનાળા રોડ માર્કેટીંગ યાર્ટ કેન્ટીનવાળી શેરીમાં જાહેર રોડ પરથી ચોરી થયાની ઘટના સામે આવી છે.
બીજા કિસ્સામાં તા.૧/૧૧/૨૦૨૨ ના રોજ ફરિયાદી અમીનશા વલીશા શાહમદારનું રૂ.૨૦૦૦૦ની કિમતનું સને ૨૦૦૯નું મોડલ, હિરો સ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નં.GJ10-AN-9423ની શનાળા રોડ છોટાલાલ પેટ્રોલપંપ સામે એ.બી.સી પાન પાસેથી સરાજાહેર તસ્કરી થયાની ઘટના સામે આવી છે.
ત્રીજા કિસ્સામાં તા.૨૮/૧૧/૨૦૨૨ ના રોજ ફરિયાદી નવલભાઇ નારણભાઇ બળદાનું રૂ.૨૦૦૦૦ની કિમતનું સને ૨૦૦૩નું મોડલ, હિરો સ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નં. GJ03-AH-0798ની આયુષ હોસ્પીટલ નીચેથી ચોરી થયાની ઘટના સામે આવી છે.
આ ત્રણેય ફરિયાદીના આધારે પોલીસે આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:34 am IST)