સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th September 2022

મોરબી કોંગ્રેસ દ્વારા વોર્ડ વાઇઝ સંપર્ક અભિયાન

વોર્ડ નંબર 7 અને 13માં ડોર ટુ ડોર સંપર્ક અભિયાન હાથ ધરાયું

મોરબી : વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસ પક્ષ દ્વારા મોરબી શહેરના વોર્ડ નંબર 7 અને 13માં ઘર ઘર જન સંપર્ક અભિયાન સાથે મારું બુથ મારું ગૌરવના અનુસંધાને જન સંપર્ક અભિયાન હાથ ધરાયું હતું.

  આ અભિયાનમાં મોરબી જિલ્લા કોગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, રાજુભાઈ કાવર, કે.ડી પડસુંબીયા, મહેશ રાજ્યગુરુ, મહિલા કોગ્રેસ મોરબી શહેર પ્રમુખ પુષ્પાબહેન ભટ્ટ, તાલુકા કોગ્રેસ પ્રમુખ નિધિબેન લાડોલા, ગીરીશભાઈ ઘેલાણી, પ્રભુભાઈ પટેલ, મુસ્તાક સુમરા, વસીમ મન્સૂરી, કૌશીકભાઈ ભટ્ટ, અશ્વિનભાઈ વિડજા, હનીફ અજમેરી, કનૈયાલાલ નકુમ, રજની સિરવી સાહિતના આગેવાનો અને કફાયકરો જોડાયા હતા. આજે મોરબીના વોર્ડ નંબર 7 અને 13 માં ઘેર ઘેર જઇ કોગ્રેસ પક્ષના 8 વચનોની પત્રિકાનું વિતરણ કર્યું હતું. કોંગ્રેસના આ અભિયાનને જનતા તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

(12:40 am IST)