પાટણવાવ-શાપર-વેરાવળમાં જુગારના દરોડાઃ ૧૦ પત્તાપ્રેમી ઝપટે ચડી ગયા
રાજકોટ, તા. ૨૯ :. જીલ્લાના પાટણવાવ અને શાપર-વેરાવળમાં જુગાર રમતા ૧૦ પત્તાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા હતા.
પ્રથમ દરોડામાં પાટણવાવ પરમેશ્વર સોસાયટીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પીએસઆઈ વાય.બી. રાણાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. વિશાલભાઈ સહિતના સ્ટાફે રેઈડ કરી જુગાર રમતા ડાયા પુંજાભાઈ ચૌહાણ, પ્રફુલ્લ ડાયાભાઈ રાબડીયા, કિશોર નાથાભાઈ બગડા, કેશુ પુંજાભાઈ ચૌહાણ, રમેશ નાથાભાઈ ડાંગર તથા ભરત બાબુભાઈ રે. તમામ પાટણવાવને રોકડા રૂ. ૩૧૪૦ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા.
બીજા દરોડામાં શાપર-વેરાવળમાં કાસુમા ગેઈટની અંદર જોગણી માતાના મંદિર પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પીએસઆઈ કુલદીપસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ પો.કો. દુષ્યંતસિંહ રાણા સહિતના સ્ટાફે રેઈડ કરી જુગાર રમતા ભાવેશ કાળુભાઈ સિંધવ, મનસુખ મહાભાઈ સોલંકી, કિશાન ગોપાલભાઈ રાજપૂત તથા જીગર દિલીપભાઈ મારવાડી રે. તમામ વેરાવળને રોકડા રૂ. ૧૦૧૩૦ અને ગંજીપત્તા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.