સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 30th June 2022

ભાવનગરમાં આજે કોરોનાના નવા 9 કેસ નોંધાયા : શહેર કે ગ્રામ્યમાં કોઈ દર્દી ડિસ્ચાર્જ થયેલ નથી.

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગરમાં આજે કોરોના 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાં  7 અને ભાવનગર ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા છે. આજે ભાવનગર શહેર કે ભાવનગર ગ્રામ્યમાં કોઈ દર્દી ડિસ્ચાર્જ થયેલ નથી.
ભાવનગર શહેરમાં આજે 6 મહિલા અને 2 પુરુષ કોરોના પોઝિટિવ થયા છે, શહેરના ખેડુતવાસ, પચાસ વારીયા, જવાહર મેદાન ,અનંતવાડી અને  કાલિયાબીડ વિસ્તારમાં કોરોનાના કુલ સાત કેસ નોંધાયા. જ્યારે ભાવનગર ગ્રામ્યમાં મહુવામાં એક વૃદ્ધને વરતેજ માં એક મહિલા ના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવેલ છે.
ભાવનગર જિલ્લામાં આજે નવ કેસ નોંધાતા હવે ભાવનગરમાં કોરોના ના એક્ટીવ દર્દીઓની સંખ્યા 87 થવા પામી છે.

   

(7:46 pm IST)