સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 30th June 2022

કચ્‍છના આડેસર ચેક પોસ્‍ટ પાસે ચોખાના કટામાં છુપાવીને લઇ જવાતો પ લાખનો દારૂ આઇસરમાં ઝડપાયો

ચોખાના કટ્ટા, વાહન સહીત રૂા.૩૬ લાખનો મુદામાલ જપ્ત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા., ૩૦ : કચ્‍છના આડેસર ચેક પોસ્‍ટ પાસેથી ચોખાના કટામાં છુપાવીને લઇ જવાતો પ લાખનો દારૂ આઇસરમાં ઝડપાયો છે. પોલીસે રૂા. ૩૬ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

પોલીસ મહા નીરીક્ષકશ્રી જે.આર. મોથલીયા બોર્ડર રેન્‍જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષક શ્રી મહેન્‍દ્ર બગડીયા પુર્વ કચ્‍છ ગાંધીધામ નાઓએ પુર્વ કચ્‍છ જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહી-જુગારની બદલી નેસ્‍તનાબુદ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને મે.ના. પો.અધિ. શ્રી કે.જી.ઝાલા, ભચાઉ વિભાગ ભચાઉ તથા સીપીઆઇ ડી.એમ.ઝાલા, રાપર સર્કલ રાપર નાઓના માર્ગદર્શન મુજબ આડેસર પોલીસ સ્‍ટેશનના પોલીસ સબ ઇન્‍સપેકટરબી.જી.રાવલ તથા પોલીસ સ્‍ટાફના માણસો આડેસર ચેક પોસ્‍ટ ખાતે વાહન ચેકીંગમાં હતા તે દરમ્‍યાન પો.સ.ઇ. બી.જી.રાવલ નાઓને મળેલ બાતમી આધારે ટ્રેઇલર નં. પીબી ૭ એએસ પ૩ર૭  વાળામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ પકડી પાડી ટ્રેઇલર ચાલક વિરૂધ્‍ધ આડેસર પોલીસ સ્‍ટેશનમાં પ્રોહી. એકટની કલમ તળે ગુનો રજીસ્‍ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પોલીસે ગુરસાહિબસીંઘ બક્ષીસસીંઘ  ઉ.વ.૩૦ ધંધો ડ્રાઇવીંગ રહે. ગામ ભોજોડે, તા.પટ્ટી, જી.તરનતારન(પંજાબ)ની ધરપકડ કરી છે.

કામગીરી પો.સ.ઇ. બી.જી.રાવલ તથા પો.હેડ કોન્‍સ. રાજેશભાઇ વિરમભાઇ તથા ગાંડાભાઇ અણદાભાઇ તથા કાંન્‍તીસિંહ ઓખાજી તથા સંજય કુમાર અણદાભાઇ તથા પો.કોન્‍સ. ભરતજી વદનજી તથા વિજયસિંહ સહદેવસિંહ તથા દલપતસિંહ પીરાજી તથા ડ્રા.પો. કોન્‍સ. નિકુલકુમાર ભુપતાજી વિગેરે નાઓએ કરેલ છે.

(3:59 pm IST)